મીનમાં અસ્ત થયો ગુરૂઃ આ પાંચ રાશિના લોકો એક મહિનો રહે સાવધાન
સમૃદ્ધિ, ધન અને જ્ઞાનનો કારક દેવ ગુરૂ આજે 28 માર્ચ 2023ના રોજ મીન રાશિમાં અસ્ત થઇ ગયો છે. 27 એપ્રિલ, 2023 સુધી તે આ રાશિમાં રહેશે. ગુરૂ મીન રાશિમાં અસ્ત થવાથી તમામ 12 રાશિઓ પ્રભાવિત થશે, પરંતુ કેટલીક રાશિના જાતકોને બંપર લાભ મળશે અને કેટલીક રાશિના જાતકોએ નુકશાનનો સામનો કરવો પડશે. જાણો ગુરૂ અસ્તથી કઇ રાશિઓએ સાવચેત રહેવુ પડશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ગુરૂ તમારા ભાગ્ય અને વ્યયનો સ્વામી છે અને તે ઘરના ખર્ચાઓમાં અસ્ત થઇ જશે. ગુરૂનું બારમાં ભાવમાં ગોચર શુભ માનવામાં આવતુ નથી અને આ ભાવમાં ગુરૂ અસ્ત થશે. મીન રાશિમાં ગોચર કરવાથી મેષ રાશિના લોકોને થોડી પરેશાની થશે. દુર્ભાગ્યથી જે કામ સુરક્ષિત રીતે થવા જોઇએ તે નહીં થાય.
કન્યા રાશિ
તમારી કુંડળીમાં ચતુર્થ અને સપ્તમ ભાવના સ્વામી ગુરૂ હવે સપ્તમ ભાવમાં જ અસ્ત થઇ રહ્યા છે. આવા સંજોગોમાં તમારે રોજિંદા કામને ગંભીરતાથી લેવા જોઇએ. ગુરુના મીનમાં ગોચર કરવાથી તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. ઘરને લઇને પણ ચિંતાઓ વધી શકે છે. જોકે ભુતકાળમાં જે સમસ્યાઓ હતી, તે દુર થશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે ગુરૂ તમારી કુંડળીમાં ધન અને પંચમ ભઆવનો સ્વામી છે. હાલમાં તે પંચમ ભાવમાં જ અસ્ત થશે. ગુરૂ મીન રાશિમાં છે, વિદ્યાર્થીઓને સારા પરિણામો પ્રાપ્ત નહીં થાય. આ સમયે તમને પાચન સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં કોઇ સમસ્યા ન થાય તે જોવું અને મહેનતની કમાણી બરબાદ ન થાય તે ધ્યાન રાખવુ.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે ગુરૂ તમારી કુંડળીના બારમાં ભાવની સાથે ત્રીજા ભાવનો સ્વામી છએ. આ સમયે તે ત્રીજા ભાવમાં અસ્ત છે. પરિણામ સ્વરૂપે ભાઇઓ, મિત્રો અને પાડોશીઓ સાથે અણબનાવ થઇ શકે છે. તમારા લોકો વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય તે ધ્યાન રાખો. ખર્ચા ઘટી શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે લાભ ભાવનો સ્વામી હોવાની સાથે સાથે તમારા ધન ભાવનો પણ સ્વામી છે. તે એ જ ભાવમાં અસ્ત થશે. પરિણામ સ્વરૂપે આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો તણાવપુર્ણ રહેશે. તમારે આ દરમિયાન ઓછી અને સાવધાનીપુર્વક વાત કરવી જોઇએ. અનાવશ્યક વિવાદ અને ખર્ચાથી બચવુ જોઇએ.
આ પણ વાંચોઃ શુભ યોગમાં નવરાત્રિની આઠમ અને નોમઃ આ ઉપાયોથી શુભ ફળ મળશે