અમદાવાદમાં કોરોનાના વધી રહેલા કેસો પર જિલ્લા વહીવટી તંત્રએ લીધો મોટો નિર્ણય
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી 50 ટકા કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા AMCએ ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કર્યો છે. હાલમાં એક દિવસમાં 1500 લોકોના ટેસ્ટ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. શહેરમાં કોરોનાના 887 એક્ટિવ કેસ છે અને 82 અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગની સુવિધા શરૂ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. પોઝિટિવ દર્દીઓમાં, મુખ્યત્વે દર્દીઓ 18 વર્ષથી વધુના હોય છે. વેસ્ટ ઝોન એટલે કે નવા વેસ્ટ ઝોનમાં કોરોનાનો પ્રવેશ થયો છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસો વધવા લાગ્યા છે. હવે મોતના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. સોમવારે ગુજરાતમાં કોરોનાના 301 નવા કેસ નોંધાયા છે. જ્યારે 149 દર્દીઓ સાજા થયા છે. સૌથી વધુ કેસો અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી.
આ પણ વાંચો : રાજસ્થાનમાં આઠ દિવસમાં ત્રીજી વખત ધરતી ધ્રૂજી, આજે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા !
અમદાવાદ જિલ્લામાં 115, મોરબીમાં 27, સુરત જિલ્લામાં 31, વડોદરા જિલ્લામાં 42, રાજકોટ જિલ્લામાં 25, ગાંધીનગર જિલ્લામાં 22, અમરેલીમાં 12, બનાસકાંઠા, ભરૂચમાં 6, મહેસાણામાં 4, સુરેન્દ્રનગરમાં 3, બે કેસ નોંધાયા હતા. કચ્છ, પોરબંદરમાં, આણંદ, ભાવનગર, સાબરકાંઠા અને વલસાડમાં એક-એક નોંધાયા હતા. રાજ્યમાં છેલ્લા 20 દિવસમાં કોરોનાને કારણે 6 લોકોના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 11053 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1849 સક્રિય કેસ છે. 8 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે. જ્યારે 1841 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનામાંથી રિકવરી રેટ 98.99 ટકા પર પહોંચી ગયો છે.