આજે મહાઅષ્ટમીઃ કરો માં મહાગૌરીનું પુજન
આજે ચૈત્ર નવરાત્રિનો આઠમો દિવસ છે. આજે માં મહાગૌરીની પુજા કરવામાં આવે છે. આ માં દુર્ગાનું આઠમું સ્વરૂપ છે. આજે મહાઅષ્ટમી છે. નવરાત્રિમાં અષ્ટમીની તિથિનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે લોકો કન્યા પૂજન પણ કરે છે. શાસ્ત્રો અનુસાર માં ગૌરીનું પૂજન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે.
માં મહાગૌરીનો પ્રિય ભોગ
દેવીભાગવત પુરાણ અનુસાર નવરાત્રિની આઠમના રોગ માં મહાગૌરીને નારિયેળનો ભોગ લગાવવો જોઇએ. ભોગ લગાવ્યા બાદ તેને પ્રસાદના રૂપમાં વિતરીત કરો, આ ઉપરાંત આજે માંને કોઇક સ્વીટ ડિશ બનાવીને પણ જમાડવી જોઇએ.
માં મહાગૌરી પૂજનના શુભ મુહુર્ત
બ્રહ્મ મુહુર્ત- 4.42થી 5.29 (સવારે)
વિજય મુહુર્ત- 2.30થી 3.19 (બપોરે)
ગોધૂલિ મુહુર્ત- 6.36થી 6.59 (બપોરે)
અમૃત કાળ- 9.02થી 10.49 (સવારે)
માં મહાગૌરીની પૂજન વિધિ
માં મહાગૌરીની પૂજા કરવા માટે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરો. શક્ય હોય તો ગુલાબી રંગના કપડા પહેરો. માંની પ્રતિમાને ગંગાજળથી સ્નાન કરાવો. માંને સફેદ રંગના વસ્ત્રો પહેરાવો. ધાર્મિક માન્યતાઓ અનુસાર માં મહાગૌરીને સફેદ વસ્ત્રો ખુબ પસંદ છે. સ્નાન બાદ તેમને પુષ્પ અર્પિત કરો, કુમકુમ લગાવો. માંને મિષ્ઠાન, પાંચ મેવા અને ફળ અર્પિત કરો. માં મહાગૌરીને કાળા ચણાનો ભોગ ધરાવો. માંની આરતી કરો. આ દિવસે કન્યા પૂજનનું પણ વિશે, મહત્ત્વ છે. શક્ય હોય તો તે પણ કરો.
માં મહાગૌરીના મંત્રો
या देवी सर्वभूतेषु मां गौरी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
ओम देवी महागौर्यै नमः।
માં મહાગૌરી બીજ મંત્ર
श्री क्लीं ह्रीं वरदायै नम:।
મહાગૌરી સ્તોત્ર
सर्वसंकट हंत्री त्वंहि धन ऐश्वर्य प्रदायनीम्।
ज्ञानदा चतुर्वेदमयी महागौरी प्रणमाभ्यहम्॥
सुख शान्तिदात्री धन धान्य प्रदीयनीम्।
डमरूवाद्य प्रिया अद्या महागौरी प्रणमाभ्यहम्॥
त्रैलोक्यमंगल त्वंहि तापत्रय हारिणीम्।
वददं चैतन्यमयी महागौरी प्रणमाम्यहम्॥
આ પણ વાંચોઃ કેદારનાથ ધામ માટે 1 એપ્રિલથી હેલિકોપ્ટર સેવાનું બુકિંગ થશે શરૂ , આ રીતે કરો ટિકિટ બુક