ટોપ ન્યૂઝનેશનલ

અતીકને ફાંસીની માંગ સાથે જૂતાનો હાર લઈને પહોંચ્યા વકીલ, કહ્યું આ ઉમેશ પાલના જૂતા છે

દેશમાં ચારેબાજુ માફિયા અતીકને લઈને ચર્ચા થઇ રહી છે કે ઉમેશ પાલ અપહરણ કેસમાં શું ચુકાદો આવશે ત્યારે આજે ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની MP-MLAકોર્ટે માફિયા અતીક અહેમદ સહિત ૩ લોકોને દોષિત જાહેર કર્યા છે જ્યારે તેના ભાઈ અશરફ સહિત બાકીના 7 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. પ્રયાગરાજ કોર્ટમાં આ મામલે સુનાવણી દરમિયાન અતીક અહેમદને લઈને વકીલોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જ્યારે ઘણા વકીલો તેને ફાંસીની સજાની માંગ કરી રહ્યા હતા ત્યારે વરુણ નામનો વકીલ જૂતાનો હાર લઈને કોર્ટ પરિસરમાં પહોંચ્યો હતો. તેણે કહ્યું કે તે આ જૂતાની માળા અતીકને પહેરાવશે.

વકીલ જૂતાનો હાર લઈને કોર્ટ પરિસરમાં પહોંચ્યો

ઉમેશ પાલ અપહરણ કેસના ચુકાદા દરમિયાન વકીલ સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી હતી. પ્રયાગરાજ MP-MLAકોર્ટની બહાર વરુણ નામનો વકીલ જૂતાનો હાર લઈને અહીં પહોંચ્યો હતો. તેણે કહ્યું કે તેઓ અતીક અહેમદને જૂતાનો હાર પહેરાવશે, જે પાલ સમાજ અને સમગ્ર વકીલ સમુદાયને ખુશી આપશે. આનાથી એડવોકેટ સમાજને ખુશી મળશે કે, જો એડવોકેટની હત્યા થઈ હોય તો તે જુતાનો હાર પહેરીને તેની સજા સાંભળવા આવ્યો છે. જ્યારે વરુણને પૂછવામાં આવ્યું કે આ કોના જૂતા છે તો તેણે કહ્યું કે આ ઉમેશ પાલ અને રાજુ પાલના પરિવારના સભ્યોના જૂતા છે.

આ પણ વાંચો : અતીક અહેમદ : આ કારણથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સજા ન થઇ અને અતીકને હાજર થવું પડ્યું

વકીલોએ ફાંસીની સજાની માંગ કરી હતી

ઉમેશ પાલ પોતે પણ વકીલ હતો આથી વકીલ સમુદાયમાં ઉમેશ પા અપહરણ કેસના ચુકાદા દરમિયાન વકીલોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જયારે બીજી કોર્ટની લોબીનો પણ એક વિડીયો સામે આવ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં વકીલો એકઠા થયા છે અને અતીક અહેમદને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે, જ્યારે અતીક અહેમદને કોર્ટની બહાર લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે આ એડવોકેટ અતીક અહેમદ તેને ફાંસી આપવાના નારા લગાવતો જોવા મળ્યો હતો અને અતીક અહેમદ મુર્દાબાદના નારા લગાવી રહ્યો હતો.

આ પણ વાંચો : સૌથી મોટો સવાલ : કેમ માફિયા અતીકને અમદાવાદથી પ્રયાગરાજ પ્લેન કે ટ્રેનમાં ન લઈ જવામાં આવ્યો ?

ઉમેશ પાલ કાયદાની પ્રેક્ટીસ કરતો હતો

અતીક અહેમદને લઈને પ્રયાગરાજ કોર્ટમાં વકીલોમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. ઉમેશ પાલ પણ કાયદાની પ્રેક્ટિસ કરતો હતો. અતીકે એડવોકેટની હત્યા કરી હોવાના કારણે વકીલોમાં સૌથી વધુ ગુસ્સો જોવા મળ્યો હતો. જ્યારે અતીકના સાગરિતોએ ઉમેશ પાલ પર હુમલો કર્યો ત્યારે તે સમયે પણ તેણે વકીલનો કોટ પહેર્યો હતો અને તે કોર્ટમાંથી જ ઘરે પરત ફરી રહ્યો હતો.

Back to top button