ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નવી મુંબઈમાં 5 માળની ઈમારત ધરાશાયી, 42 લોકોનું રેસ્ક્યુ

Text To Speech

નવી મુંબઈની નેરુલ હાઉસિંગ સોસાયટીમાં પાંચ માળની ઈમારતના તમામ સ્લેબ ધરાશાયી થઈ ગયા છે. જીમી પાર્ક નામની આ ઈમારતનો આખો ભાગ ધરાશાયી થઈ ગયો છે. ઘટનાસ્થળેથી સાત લોકોને બચાવી લેવાયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો, બિલ્ડિંગમાં 12 લોકો ફસાયા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અભિજિત બાંગરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ દુર્ઘટના બિલ્ડિંગના છઠ્ઠા માળનો સ્લેબ પડી જવાને કારણે થઈ હતી. જેના કારણે ઘાયલ થયેલા 7 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નેરુલ હાઉસિંગ સોસાયટીનો બનાવ
નવી મુંબઈમાં નેરુલ હાઉસિંગ સોસાયટીમાં શનિવારે બપોરે આ ઘટના ઘટી હતી. જેમાં ફ્લેટની છતના સ્લેબ પડી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને નેરુલની ડીવાય પાટીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના નેરુલના સેક્ટર 17માં આવેલી જીમી પાર્ક સોસાયટીની છે.

 

બિલ્ડિંગની છત ધરાશાયી થવાને કારણે નીચેનો સ્લેબ પડ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે શરૂઆતમાં છઠ્ઠા માળના ફ્લેટની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો. છત ધરાશાયી થવાને કારણે નીચેનાં સ્લેબ પર એટલી જોરદાર રીતે અથડાયો હતો કે નીચેના માળની છતનાં સ્લેબ એક પછી એક જમીન પર પડતાં રહ્યાં હતાં.

Back to top button