પ્રયાગરાજની વિશેષ એમપી-એમએલએ અદાલતે ઉમેશ પાલ અપહરણ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. 17 વર્ષ જૂના આ અપહરણ કેસમાં કોર્ટે માફિયા અતીક અહેમદના ભાઈ અશરફ સહિત 7 આરોપીઓને નિર્દોશ જાહેર કરાયા છે. કોર્ટે મંગળવારે બપોરે ચુકાદો આપ્યો છે.
આ પણ વાંચો : અતીક અહેમદ : ‘હું બેચેની અનુભવું છું, મારે ખુલ્લી હવામાં ફરવું છે’…
2005માં બીએસપી ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના સાક્ષી ઉમેશ પાલના અપહરણના કેસમાં કોર્ટે મંગળવારે પૂર્વ સાંસદ અતીક અહેમદ પર પોતાનો ચુકાદો સંભળાવ્યો. MP-MLA કોર્ટે સોમવારે પોતાના નિર્ણયમાં પૂર્વ સાંસદ અને અન્ય આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. અતીક અહેમદ સહિત ત્રણ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવતી વખતે કોર્ટે તેમના પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ ઉમેશ પાલના પરિવારના સભ્યોને આપવામાં આવશે.
અતીક અહેમદને IPCની કલમ 364A સહિત અનેક કલમોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે અતીક અહેમદના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. અતીક સહિત ત્રણેય દોષિતોને દોષિત ઠેરવ્યા બાદ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણીમાં ફરિયાદ પક્ષે મહત્તમ સજાની ભલામણ કરી હતી અને આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. જ્યારે અતીક અહેમદના વકીલ વતી માફિયાની બીમારી, ઉંમર અને જનપ્રતિનિધિ હોવાને ટાંકીને ઓછી સજાની માગણી કરવામાં આવી હતી. આ મુદ્દે લગભગ એક કલાક સુધી બંને પક્ષે ચર્ચા થઈ હતી.
આ મામલામાં અતીક અહેમદ, અશરફ અહેમદ, હનીફ, દિનેશ પાસી, ફરહાન, જાવેદ, ઈશર, આસિફ મલ્લી અને અંસારને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક આરોપી અંસારનું મોત થયું છે. જણાવી દઈએ કે ઉમેશ પાલ મર્ડર કેસ સહિત 100 થી વધુ ગુનાહિત કેસોમાં અતીક અહેમદનું નામ છે.
શું છે સમગ્ર ઘટના
25 જાન્યુઆરી 2005ના રોજ બસપાના ધારાસભ્ય રાજુ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ હતા. જ્યારે ચાર અજાણ્યાને આરોપી બનાવાયા હતા. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. અતીક અહેમદ અને તેના સહયોગીઓ સામે આરોપ લગાવવામાં આવ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની પર હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
આ કેસમાં કુલ 11 આરોપી
17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજે પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે બાહુબલી અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત તમામ 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં કુલ 11 આરોપી હતા. જેમાંથી 1નું મોત થયું છે. કોર્ટ થોડા સમય પછી સજા સંભળાવશે. આ પહેલા સોમવારે અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. તેમના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય એક આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યો હતો.