ઈંદોરમાં અભિનેત્રી તાપસી પન્નુ વિરુધ આ કારણે નોંધાઈ ફરિયાદ
અભીનેત્રી તાપસી પન્નુએ 14 માર્ચે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો. આ વીડિયો એક ફેશન શોનો છે. જેમાં તાપસીએ રિવિલિંગ ડ્રેસ પર દેવી લક્ષ્મીનુ લોકેટ પહેરેલું જોવા મળે છે. આ બાબત પર હિંદુ સંગઠને આપત્તી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : મહાઠગ કિરણ પટેલની પત્નીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે થઈ ધરપકડ
ઈન્દોરમાં હિંદ રક્ષક સંગઠને ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુ પર અશ્લીલતા ફેલાવવાનો અને હિંદુ દેવી-દેવતાઓના અપમાનનો આરોપ લગાવ્યો છે. તેમજ સંગઠનના સંયોજક એકલવ્ય ગૌડ તાપસી વિરુદ્ધ છત્રીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હિંદ રક્ષક સંગઠને આ મામલે અભિનેત્રી તાપસી વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી છે. ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે જો કેસ નોંધવામાં નહીં આવે તો પ્રદર્શન કરવામાં આવશે. સોમવારે એકલવ્ય ગૌર તેના સાથીદારો સાથે છત્રીપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા.
હિંદુ દેવી-દેવતાઓના અપમાનનો આરોપ
અહીં તેણે અભિનેત્રી તાપસી પન્નુ પર અશ્લીલતા ફેલાવવાનો અને હિંદુ દેવી-દેવતાઓના અપમાનનો આરોપ લગાવ્યો છે. તેમજ કહ્યું છે કે, હિંદુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. એકલવ્ય ગૌડે પુરાવા તરીકે પોલીસ અધિકારીઓને તસવીરના સ્ક્રીન શોટ પણ મોકલ્યા હતા, જેમાં તાપસીએ ખુલ્લા ડ્રેસમાં એક હાર પહેર્યો છે. જેના પેડલ પર દેવી લક્ષ્મી છે. એકલવ્ય ગૌડે કહ્યું કે, જો કાર્યવાહી નહીં થાય તો સંગઠનો રસ્તા પર આવીને તેનો વિરોધ કરશે. છત્રીપુરા પોલીસ હવે તેની તપાસ કરશે.
View this post on Instagram
શું છે સમગ્ર મામલો
અભિનેત્રી તાપસી પન્નુએ 14 માર્ચે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો મૂક્યો હતો. આ વીડિયો એક ફેશન શોનો છે. તાપસીએ ખુલ્લા ગળાના ડ્રેસ પર તેના ગળામાં દેવી લક્ષ્મીનું લોકેટ પહેર્યું છે. હિન્દુ સંગઠને આ મામલે વાંધો ઉઠાવ્યો છે. એકલવ્ય ગૌડનું કહેવું છે કે, અભિનેત્રીએ જાણી જોઈને હિન્દુ સમાજનું અપમાન કર્યું છે. તમને જણાવી દઈએ કે એકલવ્ય ગૌડ ધારાસભ્ય માલિની ગૌરના પુત્ર છે અને તે ભાજપની શહેર કાર્યકારિણીમાં પણ પદાધિકારી છે. આ પહેલા તેણે ઈન્દોરમાં કોમેડિયન મુનવ્વર ફારૂકીનો શો બંધ કરાવ્યો હતો અને કોમેડિયન પર ભગવાન રામનું અપમાન કરવાનો આરોપ લગાવીને તેને તુકોગંજ પોલીસને હવાલે કર્યો હતો. મુનવ્વરને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું અને સુપ્રીમ કોર્ટે તેને જામીન આપ્યા હતા.