ટોપ ન્યૂઝનેશનલ

સ્મૃતિ ઈરાનીનો રાહુલ ગાંધી પર પ્રહાર, દેશમાં- વિદેશમાં અને સંસદમાં જુઠ્ઠું બોલી રહ્યા છે

કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચા રહે છે. તે અવાર-નવાર રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પોતાના ધારદાર નિવેદનો આપતી રહે છે. તાજેતરમાં પણ સંસદ સત્ર શરુ થતા પહેલા ફરી એકવાર રાહુલ ગાંધી ઉપર જોરદાર પ્રહાર કર્યા છે. ઈરાનીએ PM મોદીનો ટાર્ગેટ વિકાસ પર જયારે રાહુલ ગાંધીનો ટાર્ગેટ PM મોદીના વ્યક્તિત્વને ખરડવા માટેનો છે. તેમજ રાહુલ ગાંધી વિશે OBCને લઈને પણ ધારદાર પ્રહાર કર્યા હતા. ઈરાનીએ શું કહ્યું PM મોદી અને રાહુલ ગાંધી વિશે, જોઈએ.

રાહુલ દેશ, વિદેશ અને સંસદમાં જૂઠું બોલ્યા

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે PM મોદીની ઈમેજ પર પ્રહાર કરવા માટે રાહુલ ગાંધી દેશ, વિદેશ અને સંસદમાં જૂઠું બોલ્યા. સંસદમાં રાહુલ ગાંધીનું જુઠ્ઠાણું આખા દેશે સાંભળ્યું. રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માંગે છે અને આજે નાટક કરી રહ્યા છે. તેમણે પોતાના નિવેદનોથી OBC સમાજનું અપમાન કર્યું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંગળવારે બજેટ સત્રની કાર્યવાહી શરૂ થતા પહેલા જ આ વાત કહી છે.

આ પણ વાંચો : સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું, વિદેશમાં ભારતનું અપમાન બંધ કરે !

રાહુલનો ટાર્ગેટ PM મોદીની ઈમેજ ખરડવાનો છે

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીનો ટાર્ગેટ માત્ર PM મોદી છે. જ્યારે PM મોદીનો ટાર્ગેટ માત્ર અને માત્ર દેશનો વિકાસ છે. રાહુલ ગાંધીએ 4 મે, 2019ના રોજ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ PM મોદીની ઈમેજ પર પ્રહાર કરતા રહેશે, પરંતુ તેઓ PM મોદી પ્રત્યેના લોકોના પ્રેમને ઓછો કરી શક્યા નથી. ઈરાનીએ વધુમાં કહ્યું કે PM મોદીનું અપમાન કરતી વખતે રાહુલે સમગ્ર OBC સમાજનું અપમાન કરવાનું યોગ્ય માન્યું.

આ પણ વાંચો : જાહ્નવી કપૂર વારંવાર કરી રહી હતી ભૂલ, સ્મૃતિ ઈરાની થયા ગુસ્સે, કેન્દ્રીય મંત્રીએ કહ્યું…..

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીના જીવનનું એકમાત્ર ધ્યેય નરેન્દ્ર મોદીની છબીને કલંકિત કરવાનું છે. ન તો તેઓને લોકશાહી સાથે કોઈ લેવાદેવા છે કે ન તો તેમને OBC સમુદાય માટે કોઈ માન છે. બંગલો ખાલી કરવાના સવાલ પર ઈરાનીએ કહ્યું કે ઘર તેમનું નથી.

શબ્દો રાહુલ ગાંધીના છે પરંતુ સંસ્કાર સોનિયા ગાંધીના

યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણી પર ઈરાનીએ કહ્યું કે શબ્દો રાહુલ ગાંધીના છે પરંતુ સંસ્કાર સોનિયા ગાંધીના છે. માત્ર યુથ કોંગ્રેસના શબ્દો. આ પહેલીવાર નથી કે યુથ કોંગ્રેસે અભદ્ર ટિપ્પણી કરી હોય. જ્યાં સુધી પાર્ટીમાં રાહુલ અને સોનિયા ગાંધી છે ત્યાં સુધી પાર્ટીના જે નેતા પ્રમોશન ઈચ્છે છે તે મારા પર આવી ટિપ્પણીઓ કરતા રહેશે.

Back to top button