AMCના દબાણ શાખાના અધિકારીઓ દ્વારા દિવ્યાંગ મહિલાને કરવામાં આવી પરેશાન, જુઓ વીડિયો
અમદાવાદના રિવરફ્રન્ટ પાસે ટી સ્ટોલ ચલાવતી દિવ્યાંગ મહિલા સાથે દબાણ શાખાના અધિકારીઓનું ઉદ્ધતાઈભર્યું વર્તન સામે આવ્યું છે. હાલ આ મહિલાનો એક વીડિયો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની હૈયા વરાળ ઠાલવતી જોવા મળી રહી છે.
વિકલાંગ મહિલાનો વીડિયો થયો વાયરલ
અમદાવાદના રિવરફ્રન્ટ પાસે ટી સ્ટોલ ચલાવતી દિવ્યાંગ મહિલાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટી સ્ટોલ ચલાવતી મહિલાનો AMCના અધિકારી અને પોલીસ જવાનો જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં વિકલાંગ મહિલાએ રડતા-રડતા AMCના દબાણ શાખાના અધિકારીઓ પર આક્ષેપો કર્યા છે. જેમાં મહિલાએ દબાણ શાખાના અધિકારી દરેક લારીવાળા પાસેથી હપ્તા ઉઘરાવે છે તેમ કહ્યું હતું.
વીડિયોમાં મહિલાએ જણાવી વ્યથા
હાલ સોશિયલ મીડિયામાં અમદાવાદની આ દિવ્યાંગ મહિલાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્િયો છે. જેમાં તે રડતા રડતા કહી રહી છે. કે ‘ દિવ્યાંગ દીકરીને તમે હેરાન પરેશાન કરો છે. તમે એટલું કીંધું હોત કે બહેન આજે CM સાહેબ આવે છે, તમે જતા રહો તો હું જતી રહેત. મને કોઈએ પ્રેમથી કીધું હોત કે સીએમ સાહેબ આવે છે, હું પણ રિસ્પેક્ટ કરું છું અને કોઈનું ખરાબ નથી કરતી.બીજી આટલી બધી લારીઓ ચાલે છે તે કોઈને નથી હટાવતા અને દરરોજ મને હેરાન કરવા માટે આવે છે.’
અમદાવાદ: AMC દ્વારા દિવ્યાંગ મહિલાને કરવામાં આવી પરેશાન@sanghaviharsh @AmdavadAMC @GujaratPolice @AhmedabadPolice #ahmedabad #ahmedabadupdate #amc #municipalcorporation #gujaratupdates #gujaratinews #humdekhengenews pic.twitter.com/avnhi4ufim
— Hum Dekhenge News (@humdekhengenews) March 28, 2023
દિવ્યાંગ મહિલાએ લગાવ્યા આ આક્ષેપો
વધુમાં આ મહિલાએ કહ્યું કે ‘પ્રેમથી કીધું હોત કે CM સાહેબ આવે છે બહેન આજે જતી રે, આવતીકાલે આવી જજે તો હું ના પાડત. મારી પાસે રેકોર્ડિંગ છે, હપ્તા ખાઈ ખાઈને આ લોકો લારીઓ ઊભી રાખવા દે છે. એમનો માણસ કહીને ગયો કે કાલે લારી ન રાખતા AMCવાળા આવવાના છે. આજે એકપણ લારી નથી આવી. તમે આજ પોલીસ સ્ટેશનમાં હોયને તો જોજો દરરોજ અહીંયા લારીઓ ઊભી રહે છે. હું ખોટી નથી, હું સાબિતી વગર નથી બોલતી અને પગ નથી આવી દીકરીને હેરાન કરો છો.’ ‘ હુ અહીંયા મારા માં-બાપ સાથે બેસું છું, ગરીબ છું એટલે મહેનત કરું છું, ચોરી નથી કરતી કોઈને મારતી નથી, ભીખ નથી માંગતી અને ગુજરાતની બધી પબ્લિક મને સપોર્ટ કરવા આવે છે. દરરોજના હજારો લોકો પરિવાર સાથે ચા પીવા આવે છે. હું આપઘાત ન કરું અને ડિપ્રેશનમાં ન આવું એટલે અહીંયા આવી છું.’
આ પણ વાંચો : રમઝાન દરમિયાન સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, મક્કા જતી બસમાં આગ, 20 ના મોત