ભારતના એલર્ટ બાદ નેપાળ પોલિસે શરુ કરી અમૃતપાલની શોધ, એરપોર્ટ પર વધારી સુરક્ષા
પંજાબને ખાલિસ્તાન બનાવવાની માંગ કરી રહેલા ભાગેડુ અમૃતપાલને પકડવા માટે ભારતની સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર સંસ્થાઓ આ દિવસોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. જો કે તેના નેપાળ ભાગી જવાની માહિતી મળી છે.
આ પણ વાંચો : અતીક અહેમદ : ‘હું બેચેની અનુભવું છું, મારે ખુલ્લી હવામાં ફરવું છે’…
ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલો અમૃતપાલ નેપાળ ભાગી ગયો હોવાની આશંકાઓ વચ્ચે નેપાળે પણ ભારતની વિનંતી પર અમૃતપાલની શોધ કરવાની શરુ કરી છે. ભારતીય દૂતાવાસે આ મામલે નેપાળ સરકારને લખેલા પત્રમાં આશંકા વ્યક્ત કરી હતી કે અમૃતપાલ નેપાળમાં છુપાયેલો હોઈ શકે છે અને નેપાળની ધરતીનો ઉપયોગ કરીને અન્ય કોઈ દેશમાં ભાગી જવાની આશંકા વ્યક્ત કરી છે.
આ માટે નેપાળની એમ્બેસીએ નેપાળના સુરક્ષા કર્મચારીઓને અમૃતપાલની અલગ-અલગ તસવીરો પણ શેર કરી છે. દૂતાવાસે તેના પત્રમાં લખ્યું છે, કે અમૃતપાલ તેના પાસપોર્ટ પર અથવા અન્ય કોઈ નામના નકલી પાસપોર્ટ પર મુસાફરી કરી શકે છે. અમૃતપાલ નેપાળથી દુબઈ, કતાર, સિંગાપોર, બેંગકોક ભાગી જવાની યોજના બનાવી રહ્યો હોવાની માહિતી મળતાં પોલીસે આ તમામ સ્થળોએ જઈ રહેલા વિમાનના મુસાફરોની કડક તપાસની માંગ કરી છે.
શું કહે છે ભારતની ગુપ્તચર સંસ્થા?
ભારતીય ગુપ્તચર વિભાગની એજન્સીઓને આશંકા છે કે, અમૃતપાલ નેપાળમાં પાકિસ્તાની દૂતાવાસની મદદથી નકલી પાસપોર્ટની મદદથી ભાગવાનો પ્રયાસ કરશે. ભારત સરકાર દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવ્યા બાદ સમગ્ર નેપાળમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, ભારતે અમૃતપાલને લઈને તમામ સ્ટેશનોની તપાસ પ્રક્રિયા કડક કરી છે. નેપાળ સરકાર શંકાસ્પદ લોકો પર ચાંપતી નજર રાખી રહી છે અને ભારતથી આવતા લોકોના ઓળખ પત્રની તપાસ કરી રહી છે. નેપાળ પોલીસ ઘણી જગ્યાએ શંકાના આધારે સતત દરોડા પાડી રહી છે.
આ પણ વાંચો : અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર, શાળાને નિશાન બનાવતા 3 બાળકોના મોત
નેપાળના બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હાઈ એલર્ટ પર
કાઠમંડુના ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ભૈરહવામાં ગૌતમ બુદ્ધ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભાગેડુ અમૃતપાલનો ફોટો નેપાળની તમામ હોટલ, ગેસ્ટ હાઉસ અને લોજમાં ફરતો કરવામાં આવ્યો છે.