મગજની બીમારી, કેન્સરનો ખતરો ધરાવતા મોબાઈલ રેડિયેશન લેવલ એસએઆર વેલ્યૂ જાણવી જરૂરી છે. જેમાં મોબાઇલ રેડિયેશનથી એન્કઝાઈટી વધવા સહિતની આડઅસરો આવે છે. મોબાઈલની સાર વેલ્યૂ પરથી મોબાઈલ સુરક્ષિત છે. તેમાં રેડિયેશનનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: નારી શક્તિનો ઉત્તમ દાખલો જાફરાબાદની 160 મહિલાઓએ આપ્યો
ઘાતક બીમારી થવાનો પણ ખતરો રહે છે
આજની ભાગદોડભરી જિંદગીમાં મોબાઇલ ફોન દરેક વ્યક્તિ માટે જરૂરી બની ગયો છે. મોબાઇલ વગર વ્યક્તિનો દિવસ શરૂ થતો નથી. હાથવગા પુરવાર થયેલા મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી અનેક સાઇડ ઇફેક્ટ્સ થતી હોવાનું કહેવાય છે ત્યારે હવે મોબાઇલ રેડિયેશનનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. મોબાઇલના રેડિયેશનને કારણે મગજની બીમારી તેમજ લાંબા ગાળે કેન્સર જેવી ઘાતક બીમારી થવાનો પણ ખતરો રહે છે. આ સંજોગોમાં મોબાઇલ સુરક્ષિત છે કે કેમ તેનો મદાર મોબાઇલની SAR વેલ્યૂ પર રહેલો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમની સંખ્યા વધી
નુકસાન થવાના ભૂતકાળમાં કિસ્સા બનવા પામ્યા
મોબાઇલના વધુ પડતા ઉપયોગના કારણે માનસિક-શારીરિક રીતે નુકસાન થવાના ભૂતકાળમાં કિસ્સા બનવા પામ્યા છે. વૈજ્ઞાનિકો પણ કહે છે કે, મોબાઇલમાંથી નીકળતા રેડિયેશન જીવલેણ હોય છે. મગજની તેમજ કેન્સર જેવી બીમારી થવાનો પણ ભય રહે છે. મોબાઇલના રેડિયેશનથી માઠી અસરો થતી હોવાની વ્યાપક ચર્ચાઓ વચ્ચે મોબાઇલ કંપનીઓ મોબાઇલની SAR વેલ્યૂ ચેક કરવા પર ભાર મૂકી મોબાઇલથી થતા નુકસાનની વાતને નકારી પણ રહી છે.
આ પણ વાંચો: ગુજરાત: પાઠયપુસ્તક મંડળનો ગંભીર છબરડો વર્ષો પછી બહાર આવ્યો
રેડિયેશન કાર્સિનોજેનિક એટલે કે કેન્સરકારક
SAR વેલ્યૂ શું છે? ! જે-તે કંપનીનો મોબાઇલ કેટલો સુરક્ષિત છે, તે તેની SAR વેલ્યૂ પરથી જાણી શકાય છે. SAR (સ્પેસિફિક એબ્સોર્પશન રેટ) વેલ્યૂ કોઇ એક ચોક્કસ સમય દરમિયાન વ્યક્તિનું શરીર મોબાઇલમાંથી નીકળતા રેડિયો ફરીક્વન્સી રેડિયેશનને કેટલું એબ્સોર્બ કરે છે તે બતાવે છે. સાદી ભાષામાં કહીએ તો જ્યારે મોબાઇલમાં કોલ આવે છે અથવા કોલ રિસીવ કરો ત્યારે રેડિયો ફરીક્વન્સીનો ભાગ મોબાઇલ જ્યાં અડયો હોય તે શરીરના ટિસ્યુમાં પ્રવેશી જાય છે, જેને મોબાઇલ રેડિયેશન કહેવાય છે. આ રેડિયેશન કાર્સિનોજેનિક એટલે કે કેન્સરકારક માનવામાં આવે છે.