ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં પેપર ફૂટવાની વધુ એક ઘટના! યુવરાજસિંહ જાડેજાએ કર્યો ચોંકાવનારો દાવો

Text To Speech

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યું તેવી ચર્ચા હાલ ચાલી રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ આ અંગે ટ્વીટ કરતા માહોલ ગરમાયો છે. યુવરાજ સિંહે વધુ એક પેપર ફૂટ્યું હોવાનો દાવો કર્યો છે.

બોર્ડની પરીક્ષાનું કમ્પ્યુટરનું પેપર ફૂટ્યું હોવાનો દાવો

હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષાનું કમ્પ્યુટરનું પેપર ફૂટ્યું હોવાની અટકળો વહેતી થઈ છે. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ટ્વાટ કર્યું છે. જેમાં તેમણે ટ્વિટ કરી હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષાનું ચાલી રહેલું પેપરના વાયરલ થયેલા ફોટાના સ્ક્રીન શૉટ શેર કર્યા છે. અને આ પરીક્ષા પૂર્ણ થતા પહેલા પેપર વાયરલ થયાનો યુવરાજસિંહએ દાવો કર્યો છે.

યુવરાજ સિંહ જાડેજા-humdekhengenews

યુવરાજ સિંહે પેપરના ફોટા શેર કર્યા

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પેપર લીક થયું છે. યુવરાજ સિંહે પરિક્ષા પહેલા જ ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પેપર લીક થયુ હોવાનું જણાવી રહ્યા છે. તેમણે ટ્વાટ કરીને કહ્યું છે કે પેપર સાચુ છે કે ખોટુ તેની હુ પુષ્ટી કરતો નથી , આ સાથે તેમણે પરિક્ષાનો સમય 3 થી 6. 15 લખ્યો છે. અને પેપર 6 વાગ્યે પુરુ થયા તે પહેલા જ યુવરાજસિંહે પેપર કર્યુ ટ્વિટછે. અને આ ટ્વીટ કરેલુ પેપર તેમના વોટ્સએપ પર આવ્યુ હોવાનો તેમને દાવો કર્યો છે.

વાલીઓમાં ચિંતાનો માહોલ

ત્યારે આ વાયરલ પેપર અંગે કેટલી હકીકત છે તેને લઈને વધુ માહિતી સામે આવી નથી પરંતુ આ માહિતી મળતા જ વાલીઓમાં ચિંતા વ્યાપી જવા પામી છે.

આ પણ વાંચો : કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા, કેસર કેરીના પાકને નુકસાન જતા સરકાર પાસે માંગી મદદ

Back to top button