ફ્રિજનો આ રીતે ઉપયોગ કદી ન કરતા, લાઈટબિલ ભુક્કા કાઢશે
આજ કાલ મોટા ભાગના લોકો ફ્રિજનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ ફ્રીજને અમુક લોકો રસોડામાં રાખતા હોય છે. તો વળીકેટલાક લોકો તેને રુમ કે હોલમાં રાખવાનું પસંદ કરતા હોય છે. આપણે ફ્રીજને ગમે તે જગ્યાએ ફીટ કરતા હોય છે. તેમજ મોટા ભાગના લોકો ફ્રીજને દિવાલને અડીને રાખતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રીજને ગોઠવવાની પણ એક રીત હોય છે. તેને દિવાલથી એક નિશ્ચિત અંતર પર જ રાખવુ જરુરી છે. અને તમે પણ ફ્રિજને દિવાલને અડીને રાખતા હોય તો આ માહીતી તમારા માટે ખાસ અગત્યની છે.
ફ્રિજને દિવાલથી આટલું દુર રાખો
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ફ્રિજને દિવાલથી 6-10 ઈંચ દૂર રાખવો જોઈએ. અને તેનુ કારણ છે. કે રેફ્રિજરેટરને અંદરથી ઠંડુ રાખવા માટે સખત મહેનત કરવી પડે છે. આ દરમિયાન ફ્રિજની પાછળની જાળી દ્વારા ગરમી છોડવામા આવતી હોય છે. આ કારણે તમારે તમારા ફ્રિજને સીધી દિવાલની બાજુમાં ન રાખો તે ખુબ જરુરી છે.
આમ કરવાથી શુ અસર થાય છે ?
જો તમે પણ ફ્રિજને દિવાલથી અડાડીને રાખો છો તો ગરમ હવા દિવાલને કારણે સારી રીતે અવર જવર કરી શકતી નથી અને તેના કારણે તમારા રેફ્રિજરેટરને અંદર ઠંડુ રાખવા માટે વધુ સખત મહેનત કરવી પડશે અને આ કારણે વીજળીનો ઉપયોગ વધારે થાય છે.
કિચનમાં ફ્રિજ રાખતા હોય તો આ ધ્યાન રાખો
તમે પણ તમારા ફ્રિજને કીચનમાં રાખો છો તો તમારા રેફ્રિજરેટરને દિવાલથી દૂર રાખવા ઉપરાંત, તેને હીટર અથવા અન્ય ગરમીના સ્ત્રોતની નજીક ન રાખવું જોઈએ. અને તમે જો આ પ્રકારની ભૂલ કરતા હોય તો આ ભુલોને કારણે તાપમાનમાં ઘણો ફરક આવતો હોય છે. જે ફ્રિજમાં વધુ કંડેંસેશન તરફ લઈ જઇ શકે છે. આ પછી તમારું રેફ્રિજરેટર અંદરથી ભીનું થઈ જશે અને બરફ બનવા લાગશે જે કોઈ પણ ફ્રીજ માટે સારુ નથી.
આ પણ વાંચો : રામ ચરણે તેના જન્મદિવસ પર ચાહકોને આપી ભેટ, ‘RC15’નું ટાઈટલ કર્યું જાહેર