મહાઠગ કિરણ પટેલ સામે હવે પોલીસે ગાળિયો કસ્યો છે. જેમાં પાંચ દિવસ બાદ કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લવાશે. તથા પૂર્વમંત્રી જવાહર ચાવડાના ભાઇનો બંગ્લો પચાવી પાડવાના કેસના મામલે પોલીસે ગાળિયો કસ્યો છે. તેમજ મહાઠગ કિરણની અલગ અલગ ગુના હેઠળ પૂછપરછ કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં જવાબદેહિતાથી દૂર ભાગતા એકથી વધુ વિભાગો
જમ્મુ કાશ્મીરમાં જુદી-જુદી એજન્સીઓ તેની પૂછપરછ કરી
ક્રાઇમ બ્રાન્ચમાં નોંધેલી ફરિયાદ બાદ આગોતરા જામીન માટે હવાતિયા મારે છે. મહાઠગ કિરણ પટેલ સામે હવે પોલીસે ગાળિયો કસ્યો છે. જેમાં પૂર્વમંત્રીના ભાઇના બંગ્લામાં રિનોવેશનના નામે રૂ. 35 લાખ પડાવ્યા હતા જેમાં કિરણ અને તેની પત્ની માલિની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોધાઇ હતી. ત્યારે નોધાયેલી ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ કાશ્મીર પહોચી છે. કિરણની ટ્રાન્સફ્ર વોરંટના આધારે ધરપકડ કરીને તેને અમદાવાદ લાવવાની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ બાદ કિરણને જમ્મુ કાશ્મીરની જેલમાંથી ટ્રાન્સફ્ર વોરંટના આધારે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ લઇને આવશે. જ્યારે હાલમાં જમ્મુ કાશ્મીરમાં જુદી-જુદી એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: નડિયાદ: OLX પર ઓનલાઇન નોકરીની લાલચ યુવાનને ભારે પડી
રૂ.35 લાખ એડવાન્સ લઇ લીધા
મહાઠગ કિરણ પટેલે પૂર્વમંત્રી જવાહર ચાવડાના ભાઇ જગદીશ ચાવડાને ફોન કરીને મને બિલ્ડિંગ રિનોવેશન કરવાનો સારો અનુભવ અને શોખ છે તેમ કહીને જગદીશ ચાવડા પાસેથી રૂ. 35 લાખ એડવાન્સ લઇ લીધા હતા. અને બાદમાં બંગ્લો પણ પચાવી પાડયો હતો. તેને લઇને જગદીશ ચાવડાએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોધાવી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ જમ્મુ કાશ્મીર જઇને ટ્રાન્સફર વોરંટના આધારે કિરણની ધરપકડ કરીને અમદાવાદ લાવવાની પ્રોસેસ શરૂ કરી છે. પાંચ દિવસ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કિરણ પટેલને જમ્મુ કાશ્મીરની જેલમાંથી ટ્રાન્સફ્ર વોરંટના આધારે ધરપકડ કરીને અમદાવાદ લાવીને તેની પૂછપરછ હાથ કરશે. જ્યારે મહત્ત્વનું છે કે પત્ની માલિનીએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી પણ કરી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચમાં નોંધેલી ફરિયાદ બાદ આગોતરા જામીન માટે હવાતિયા મારે છે.