હોર્મોનલ ઇમ્બેલેન્સને યોગ્ય કરવા પીવો ‘ગ્રીન જ્યુસ’: આ રીતે બનાવો
લાઇફસ્ટાઇલને બહેતર બનાવી રાખવા માટે હોર્મોન્સ ખુબ જ મદદગાર થાય છે. જોકે આજકાલ મોટાભાગના લોકો અસંતુલિત હોર્મોન્સની સમસ્યાથી પરેશાન રહે છે. આ સમસ્યા મોટેભાગે ખાણીપીણીમાં ગરબડ અને ખરાબ લાઇફ સ્ટાઇલના લીધે થાય છે.
આ સમસ્યાથી પીડાતા લોકોમાં મુડ સ્વિંગ, ઉંઘની પેટર્નમાં બદલાવ, યાદશક્તિ સાથે જોડાયેલી સમસ્યા, આખો દિવસ થાક જેવું લાગવુ, માથાનો દુખાવો, ડાઇજેશન સાથે જોડાયેલી સમસ્યા, વાળ ખરવા, જાડા થઇ જવુ કે પાતળા થઇ જવુ જેવા લક્ષણો દેખાવા લાગે છે. જો તમે હોર્મોનલ ઇમ્બેલેન્સને યોગ્ય કરવા માટે દવાઓનો સહારો લઇ રહ્યા હો તો આ ગ્રીન ડ્રિંક તમારી મદદ કરી શકે છે.
હોર્મોન્સ અસંતુલિત થાય ત્યારે દેખાય છે આ લક્ષણો
– વાળ ખરવા અને સમય પહેલા સફેદ થવા
– ઉંમર સાથે વ્યક્તિનું શરીર અને કદ ન વધવા.
– જરૂરિયાત કરતા વજવ વધવું અથવા ઘટવુ
-જરૂર કરતા વધુ પરસેવો થવો
– ચહેરા પર સોજો
વધુ તરસ લાગવી
ઉંઘ ન આવવી
વધુ ઠંડી કે વધુ ગરમી લાગવી
ચહેરા પર ખીલ અને ફોડલીઓ
હોર્મોન્સને બેલેન્સ કરવા પીવો આ જ્યુસ
હોર્મોન્સ બેલેન્સ કરનારા આ ગ્રીન ડ્રિંકને બનાવવા સૌથી પહેલા બે ખીરા કાકડી લો, તેમાં 10થી 12 તુલસી પત્તા, એક કપ ફણગાવેલા મગ, એક કપ બાફેલી બ્રોકલી અને અડધો કપ કોબીજને એક ગ્લાસ પાણી સાથે બ્લેન્ડ કરી લો. હવે આ મિક્સરને ગરણીથી ગાળીને તરત પી લો. તમે ઇચ્છો તો તેને ગાળ્યા વગર પણ પી શકો છો. તમે આ ડ્રિંકનો સ્વાદ વધારવા તેમાં સંચળ પણ એડ કરી શકો છો.
આ પણ વાંચોઃ રમઝાનમાં ખજૂર ખાઇને કેમ ખોલવામાં આવે છે રોઝા?: જાણો તેના ફાયદા