નવરાત્રિમાં કરી રહ્યા છો કન્યા પૂજન? તો ભૂલથી પણ ન કરશો આ ભૂલો
નવરાત્રિમાં આઠમ કે નોમના દિવસે કન્યા પૂજન કરવાની પરંપરા છે. કન્યા પૂજન બાદ વ્રતનું સંપુર્ણ ફળ પ્રાપ્ત થાય છે. કન્યા પૂજનમાં નાની નાની કન્યાઓને આદરપુર્વક ઘરે બોલાવીને પૂજા કરવામાં આવે છે, તેમને ભોજન કરાવાય છે અને પકવાન ખવડાવવામાં આવે છે તેમજ યથાશક્તિ દક્ષિણા આપવામાં આવે છે. એવી માન્યતા છે કે આમ કરવાથી માં દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમની કૃપાથી તમારી તમામ મનોકામના પુર્ણ થાય છે. કન્યા પૂજનમાં ભુલ ન થવી જોઇએ. જાણો કન્યા પૂજનમાં કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.
આ રીતે કરાવો કન્યાઓને ભોજન
એ વાતનું ધ્યાન રાખો કે કન્યાઓ ઘરમાં આવે એટલે તરત તેમને ભોજન કરવા માટે ન બેસાડો. પહેલા તેમના પગ તમારા હાથથી ધુઓ અને હળદર, કુમકુમ તેમજ ચોખાથી ચાંદલો કરો. ત્યારબાદ તેમને પુર્વ દિશા તરફ મુખ કરીને સ્વચ્છ આસન પર બેસાડવી જોઇએ. પછી કન્યાઓને ખીર, પુરી, શાક, હલવો અને ચણા પીરસો. એ વાતનું ધ્યાન રાખો કે કન્યાઓને જમવામાં જબરજસ્તી ન કરવી જોઇએ. તેઓ જેટલું જમે તેટલુ આદરપુર્વક ખવડાવવું જોઇએ.
કન્યાઓને આ વસ્તુઓ ભેટમાં આપો
ભોજન કરાવ્યા બાદ કન્યાઓને પગ ધોવડાવીને ઉપહારમાં કેટલીક વસ્તુઓ ભેટ કરી શકો છો. તેમાં ફળ, સિક્કા, લાલ ચુંદડી, મિઠાઇ અને કોઇ વાસણ આપી શકો છો. ઉપહાર આપ્યા બાદ તેમને પગે લાગીને આશીર્વાદ લો. તેમને સન્માનપુર્વક વિદાય આપો.
કન્યા પુજનમાં રાખો આ સાવધાનીઓ
કન્યા પૂજન કરતી વખતે કેટલીક સાવધાનીઓ રાખવી જોઇએ. આમ કરતી વખતે કન્યાઓને જરાય લડશો નહીં. શ્રદ્ધાપુર્વક તેમની પુજા કરો. કન્યાઓને ભુલથી પણ વાસી ભોજન ન કરાવો. 9 કન્યાઓ સહિત એક બાળકને પણ કન્યા પુજામાં બેસાડો. બાળકોને ભેરવનું રૂપ માનવામાં આવે છે. કન્યાઓને વિદાય કર્યા બાદ તરત સાફ-સફાઇનું કામ ન કરવા દેવું. જો તમારી પાસે કન્યાઓને ભોજન કરાવવાનો સમય ન હોય તો મંદિરમાં યથાશક્તિ દાન આપી દેવું જોઇએ.
આ ઉંમરની કન્યાઓને કરાવો ભોજન
કન્યા પૂજનમાં સામેલ કરવા માટે કન્યાઓની ઉંમર 2થી 10 વર્ષ સુધીની હોવી જોઇએ. તેમની સંખ્યા કમ સે કમ 9 સુધીની હોવી જોઇએ. કન્યા પૂજન દરમિયાન કન્યાઓને માતા રાનીનું સ્વરૂપ સમજીને પૂજા કરવી જોઇએ. એવી માન્યતા છે કે અવિવાહિત કન્યાઓ આમ કરે તો તેમના વિવાહ જલ્દી થાય છે.
કન્યાપૂજનમાં આ ભૂલ બિલકુલ ન કરો
- કન્યાઓનું ભુલમાંથી પણ અપમાન ન કરો.
- કન્યાઓ માટે ભોજન બનાવો તો તેમા લસણ અને ડુંગળી ન નાંખો
- કન્યાઓને ભોજન કરાવતા પહેલા ભોજન એઠું ન કરો. કન્યાઓ પહેલા કોઇને જમવાનું ન આપો
- કન્યા પૂજનમાં ભેદભાવ કદી ન કરશો.
આ પણ વાંચોઃ નવરાત્રિના ઉપવાસનું કેમ છે મહત્ત્વ? શું કહે છે સાયન્સ?