જસ્ટિન બીબરને ખતરનાક વાયરસના કારણે થયો પૈરાલિસિસ
હોલીવુડના ફેમસ સિંગર જસ્ટિન બીબરના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જસ્ટિન બીબર અચાનક એક ખતરનાક બીમારીથી ઘેરાઈ ગયો છે. જસ્ટિનને રામસે હંટ સિન્ડ્રોમ નામની દુર્લભ બીમારી હોવાનું સામે આવ્યુ છે. આ બીમારીને કારણે તેનો અડધો ચહેરો પેરાલિસિસ થઈ ગયો છે. આ બીમારી બાદ જસ્ટિન હવે તેના શરીરને થોડો આરામ આપી રહ્યો છે. જસ્ટિને સોશિયલ મીડિયા પર રામસે હંટ સિન્ડ્રોમ નામની બીમારી હોવાનો વીડિયો પોસ્ટ કર્યો છે. તેણે કહ્યું કે, તે તેના કોન્સર્ટ શો કેન્સલ કરી રહ્યો છે અને આરામ કરવા માટે થોડા દિવસની રજા લઈ રહ્યો છે. જસ્ટિન બીબરનો વીડિયો અહીં જુઓ…
આ વીડિયોમાં જસ્ટિન બીબર તેના ફેન્સને વારંવાર બતાવી રહ્યો છે. તે કહી રહ્યો છે કે, કેવી રીતે તેની એક બાજુની આંખ ઝબકી રહી નથી. તે સાઇડ સ્માઇલ પણ કરી શકતો નથી અને તેનું નાક હલતું નથી. જસ્ટિનના ઘણા ચાહકો તેના શોને રદ કરવાને કારણે ગુસ્સે થયા હતા. એટલા માટે તેણે પોતાનો આ વીડિયો જાહેર કર્યો છે.
આ વીડિયોમાં તે આગળ કહે છે કે, આ સમયે તે સ્ટેજ પર પરફોર્મ કરી શકે એમ નથી કારણ કે તેનું શરીર કામ નથી કરી રહ્યું. આ વાયરસની ખૂબ જ ગંભીર છે. તમે મારા શરીરને જોઈ શકો છો. ડોક્ટરોએ પણ મને સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું છે. જસ્ટિન બીબરનો આ વીડિયો સામે આવતા જ ફેન્સ ખૂબ જ ચિંતિત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરીને યુઝર્સ તેના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.