પાલનપુર જિલ્લા જેલમાં ઓચિંતુ ચેકિંગ, કોઈ વાંધાજનક વસ્તુ ન મળી
- ગૃહમંત્રીના આદેશથી રાજ્યની તમામ જેલોમાં સરપ્રાઈઝ ચેકિંગ
પાલનપુર : રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ પોલીસ અધિકારીઓની બોલાવેલી બેઠક બાદ સમગ્ર રાજ્યની જેલોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પાલનપુર જિલ્લા જેલ ખાતે શુક્રવારની રાત્રે પોલીસ દ્વારા ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેદીઓ પાસેથી કોઈ વાંધાજનક ચીજ વસ્તુ મળી આવી ન હતી.
View this post on Instagram
ગાંધીનગર ખાતે ગૃહરાજ્યના મંત્રીના અધ્યક્ષ સ્થાને રાજ્યના ડીજીપી સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.ત્યારબાદ રાજ્યની તમામ જેલોમાં એક સાથે શુક્રવારની રાત્રે પોલીસ દ્વારા ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે પાલનપુર જિલ્લા જેલ ખાતે પણ પોલીસ દ્વારા ડોગ સ્કવોડ સહિત ઉપકરણો સાથે જિલ્લા જેલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં કોઈ કેદી પાસેથી કોઈ વાંધાજનક ચીજ વસ્તુ મળી આવ્યું ન હોવાનું જેલ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ.
આ પણ વાંચો : સુરતમાં ટ્યુશન ટીચરે ક્લાસીસમાં આવતા વિદ્યાર્થીઓને ખરાબ વીડિયો બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ