ઉત્તર ગુજરાતગુજરાત
પાલનપુર : ડીસા મોદી સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રીમાં આનંદના ગરબામાં તરબોળ બન્યા
પાલનપુર : ચૈત્રી નવરાત્રી એટલે મા ની ઉપાસનાનું પર્વ. અંબાજી તેમજ બહુચરાજી માં માતાજી ની વિશેષ આરધના થતી હોય છે. આ દિવસોમાં માઇ ભક્તો નકોરડા ઉપવાસ કરે છે. તો ક્યાંક માં ગરબા અને ભજન કીર્તન પણ કરવામાં આવતાં હોય છે. ત્યારે ડીસા મોદી સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે મોદી સમાજની વાડી ખાતે આવેલ માં બહુચરના મંદિરે રાત્રે – 9 વાગ્યાથી- 12 વાગ્યા સુધી આનંદના ગરબા મંડળ દ્વારા આનંદના ગરબાની રમઝટ બોલાવી બોલાવવામાં આવી હતી.
આ આનંદના ગરબામાં મોટી સંખ્યામાં આવેલા ભાવીભક્તો તરબોળ બની ગયા હતા. અહીંના ભક્તિમય માહોલમાં સમાજના આગેવાનો યુવા મિત્રો ખડેપગે હાજર રહ્યા હતા. જેમને ભક્તોને માતાજીના દર્શન માટે વ્યવસ્થા જાળવી હતી તેમજ પ્રસાદનો લાભ આપ્યો હતો.
આ પણ વાંચો : પાલનપુર : દાંતીવાડા ફાયરીંગ રેન્જમાંથી છૂટેલી ગોળીઓએ ઘરોના પતરા વીંધ્યા