ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર :”નવા ગામની નવી ઓળખ”: 200 જેટલાં ઘરોમાં બાયોગેસ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાનું નવા ગામ ગોબરધન યોજનાના સાૈપ્રથમ અમલીકરણની આગવી પહેલ થકી ઘરેલુ ગેસ વપરાશમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. ખેતી અને પશુપાલન પર નિર્ભર આશરે બારસો જેટલી વસ્તી ધરાવતા નવા ગામના 200 જેટલાં ઘરોમાં ગોબરધન યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ કાર્યરત બન્યા છે, જેનાથી નવા ગામની નવી ઓળખ ઉભી થઇ છે.

ઇન્સ્ટોલેશન-humdekhengenews

વર્ષ 2021માં કેન્દ્ર સરકાર દ્વારા‎ ગોબરધન યોજના શરૂ કરવામાં આવી‎ છે. આ યોજના હેઠળ ઘરેલુ વપરાશ માટે‎ બાયોગેસ પ્લાન્ટ બનાવી આપવામાં આવે‎ છે. બનાસકાંઠામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે આ યોજના‎નું સૌ પહેલાં અમલીકરણ દિયોદર તાલુકાના નવા ગામમાં કરવામાં આવ્યું છે. જે ગામના પશુપાલકો અને ખેડૂતોની આવક બમણી કરવાનું નવીન માધ્યમ બન્યું છે. તો ગામની આ પ્રેરણાત્મક પહેલ નવા ગામને બાયોગેસવાળું ગામ તરીકેની આગવી ઓળખ આપી રહ્યું છે.

ગોબરધન યોજનાનું સૌ પ્રથમ અમલીકરણ

ઇન્સ્ટોલેશન-humdekhengenews

નવા ગામના ઉત્સાહી અને અન્યોને ગોબરધન પ્લાન્ટ કાર્યરત કરવા સમજાવનાર ડેરીના મંત્રી જયંતિભાઈ પટેલ અને બનાસ ડેરીના સંયુક્ત પ્રયાસોથી નવા ગામના 200 જેટલાં ઘરોમાં બાયોગેસ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન સફળતાપૂર્વક પૂર્ણ‎ કરી કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આમાં કેટલાક ઘરો તો એવા છે, કે જેમને પશુપાલનનો વ્યવસાય નથી છતાં એમણે બાયોગેસ પ્લાન્ટ બનાવી પોતાની રોજની ઈંધણની આપૂર્તિનો માર્ગ કાઢ્યો છે. પશુઓના છાણમાંથી‎ બનાવવામાં આવતા છાણાંને‎ સળગાવવાથી ધુમાડો ઉત્પન્ન થાય છે‎. જેનાથી પર્યાવરણ દૂષિત થાય છે એ જ‎ છાણનો બાયોગેસમાં ઉપયોગ કરવાથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે. જેથી પ્રદુષણ રહિત ઈંધણ દ્વારા રસોઇ બને છે જે સ્વાદિષ્ટ હોય છે તેમજ પ્લાન્ટમાં લાગેલા બલુનમાં ગેસનો‎ ભરાવો થાય ત્યારે એમાંથી સ્લરી‎ બહાર નિકળે છે. આ સ્લરીનો‎ ખાતર તરીકે ઉપયોગ કરી શાકભાજી અને અનાજ પકવવા‎માં આવે છે. જેથી આ પ્લાન્ટ બનાવનારને ઈંધણ અને ખાતરનો બમણો લાભ મળવાની સાથે આર્થિક ફાયદો પણ થાય છે. ઓર્ગેનિક ખેતીના હિમાયતી ખેડૂતો કાળા સોના તરીકે ઓળખાતું છાણિયું ખાતર (સ્લરી) ઊંચી કિંમતે ખરીદતા હોય છે.

પ્લાન્ટથી વર્ષે 8 થી 9 હજારનો ફાયદો

ઇન્સ્ટોલેશન-humdekhengenews

નવા ગામમાં સૌ પ્રથમ ગોબરધન પ્લાન્ટ કાર્યરત કરનાર ડેરીના મંત્રી જયંતિભાઈ પટેલ જણાવ્યું હતું કે, બનાસ ડેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાલનપુર દ્વારા ગામમાં પશુપાલકોની એક મિટિંગ કરવામાં આવી હતી. જેમાં ગોબરધન યોજના વિશે માહિતી મેળવી મેં પણ મારા ખેતરમાં પ્લાન્ટ કાર્યરત કર્યો છે. જેથી આ પ્લાન્ટથી મને વર્ષે 8 થી 9 હજારનો ફાયદો થાય છે. ગેસની બોટલ દર મહિને ખરીદવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે, તેમજ છાણીયું ખાતર મળી રહે છે. જેના વેચાણથી સારી ઉપજ મળે છે.

આઠ નવ જણનો પરિવાર હોય તોય આ ગેસ ચાલી રહે

ઇન્સ્ટોલેશન-humdekhengenews

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને બનાસ ડેરીનો આભાર માનતા પશુપાલક બબીબેન ભારમલભાઇ ચૌધરીએ જણાવ્યું કે, આ ગેસ પર દૂધ, પાણી ગરમ કરીએ છીએ, રોટલા ઘડીએ છીએ અને બધી રસોઈ બનાવીએ છીએ. આઠ નવ જણનો પરિવાર હોય તોય આ ગેસ ચાલી રહે છે અને રસોઈ સ્વાદિષ્ટ બને છે.

ઈંધણ અને ખાતરનો બમણો લાભ મળવાની સાથે આર્થિક ફાયદો

ઇન્સ્ટોલેશન-humdekhengenews

પશુપાલનનો વ્યવસાય ન કરતા હોય એવા ગ્રામજનોએ પણ ગોબરધન યોજનાથી આકર્ષાઈ બાયોગેસ પ્લાન્ટ બનાવ્યા છે. આવા ગ્રામજનો ગામના રખડતાં ઢોરના પોદલા- છાણ એકત્રિત કરે છે. જેનાથી ગામના રસ્તા ચોખ્ખા રહે છે અને ગામમાં ક્યાંય ગંદકી જોવા મળતી નથી. સરકાર દ્વારા અમલમાં મુકવામાં‎ આવેલી ગોબરધન યોજના થકી‎ સ્વચ્છતાનો આશય તો બર આવે જ છે‎ સાથો સાથ પર્યાવરણપ્રિય સ્વચ્છ ઇંધણ‎ પણ મળી રહે છે.

પ્લાન્ટમાં વપરાતું બલૂન હોટ એર બલૂનના મટિરિયલ જેટલું જ મજબૂત

આ પ્લાન્ટ બનાવવા માટે 6 ફુટ પહોળાઇ અને 5 ફુટ ઉંડો ખાડો કરવામાં આવે છે. આ ‎ખાડો તૈયાર થઇ ગયા બાદ સરકારી એજન્સી દ્વારા પ્લાસ્ટિકનું બલુન અને બીજી અન્ય જરૂરી સામગ્રી ઇન્સ્ટોલ કરી આપવામાં આવે છે. જે પ્લાસ્ટિકના બલૂનનો ઉપયોગ કરવામાં આવે છે એનું મટિરિયલ હોટ એર બલૂનના મટિરિયલ જેટલું જ મજબૂત હોય છે અને બલૂનને ઠંડી, ગરમી, વરસાદ કે આગથી પણ નુકસાન ‎ થતું નથી.

આ પણ વાંચો :રાહુલ ગાંધીના સીધા પ્રહાર, “હું સવાલ પૂછવાનું બંધ નહીં કરું, અદાણીની કંપનીમાં કોના 20 હજાર કરોડ ?”

Back to top button