- CM ઓફિસના PRO હિતેશ પંડ્યાએ આપ્યુ રાજીનામું
- 31 માર્ચ સુધી હિતેશ પંડયા કાર્યરત રહેશે
- કિરણ પટેલ કેસમાં પુત્ર પર આરોપ લાગ્યા બાદ આપ્યુ રાજીનામું.
મહાઠગ કિરણ પટેલ કેસમાં ગુજરાતમાં મુખ્યમંત્રીના એડિશનલ PRO હિતેશ પંડયાનું રાજીનામું આપ્યું છે. હિતેશ પંડયા લાંબા સમયથી CMOમાં કાર્યરત હતા. પરંતુ કિરણ પટેલ કેસમાં તેમના પુત્ર પર આરોપ લાગ્યા બાદ તેમણે રાજીનામું આપી દીધું છે. 31 માર્ચ સુધી હિતેશ પંડયા કાર્યરત રહેશે.
આ પણ વાંચો : રાજ્યની જેલમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ : સિગરેટથી લઈ તમાકુ અને મોબાઇલ સુધીની વસ્તુઓ મળી
નોંધનીય છે કે, મહાઠગ કિરણ પટેલ સાથે ભાજપ નેતા અમિત પંડ્યાનું નામ આવતા ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો છે. હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા સાથે કિરણ પટેલના વ્યવસાયિક સંબંધો હતા જેના કારણે સરકાર પર છાંટા ઉડતા હતા. આ કેસમાં અમિત પંડ્યાનું નામ સામે આવતા ઘણા સમયથી એ ચર્ચા ચાલી રહી હતી કે પુત્રના કારનામાને કારણે પિતાનું પદ પણ છીનવાઈ શકે છે. આ શકયતાઓ વચ્ચે હિતેશ પંડ્યાના રાજીનામાના અહેવાલ સામે આવ્યા છે.
સ્વૈચ્છિક રાજીનામું આપ્યું
હિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, તેમણે સીએમ અને પીએમ ઓફિસની ઈમાનદારીથી સેવા કરી હતી. પરંતુ તેમના અને તેમના પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે એટલે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતીમાં તો એવું પણ જણાવા મળી રહ્યુ છે કે, હિતેષ પંડ્યાએ ગાંધીનગરમાં સરકારી બંગ્લો ખાલી કરી નાંખ્યો છે અને હાલમાં તેઓ પરિવાર સાથે શેલામાં રહે છે.
આ પણ વાંચો : જાણો શુ છે ગાડલી, કેમ ચૈત્ર સુદ પાંચમના દિવસે જ ગાડલી જોઈ ચોમાસાનો વર્તાવો જાણી શકાય છે ?
અમિત પંડ્યા ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ
મુખ્યમંત્રી કાર્યાલયના પીઆરઓ હિતેષ પંડ્યાના પીઆરઓ હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા ભાજપના પ્રાથમિક સભ્ય છે. ભાજપે તેમની નિમણૂંક સોશિયલ મીડિયા સેલમાં કરી હતી. પરંતુ કિરણ પટેલનો વિવાદ બહાર આવતાં જ તેમાં અમિત પંડ્યાનું નામ ચર્ચાએ ચડતાં જ ભાજપે અમિત પંડ્યાને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરીને સોશિયલ મીડિયા સેલમાંથી પણ દૂર કર્યા હતાં.
ભાજપના સોશિયલ મીડિયા ઉત્તર ઝોન ઈન્ચાર્જ અમિત પંડ્યાને હટાવી દેવામાં આવ્યા છે. જો કે અમિત પંડ્યાને જવાબદારીમાંથી મુક્ત કર્યાનો ભાજપે કોઇ સત્તાવાર પત્ર રજૂ કર્યો નથી. મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી હિતેષ પંડ્યાનો પુત્ર અમિત પંડ્યા છે. અમિત પંડ્યા CCTV નેટવર્કિંગની કંપની ચલાવે છે અને ગુજરાત ભાજપ પ્રદેશની ટીમમાં મીડિયા ઇન્ચાર્જ તરીકે કામ કરતો હતો. અમિત પંડ્યા કાશ્મીરમાં CCTVનો ધંધો કરવા ઈચ્છતો હતો.