જાણો શુ છે ગાડલી, કેમ ચૈત્ર સુદ પાંચમના દિવસે જ ગાડલી જોઈ ચોમાસાનો વર્તાવો જાણી શકાય છે ?
- હોળીના પર્વ બાદ ચૈત્ર સુદ પાંચમના દિવસે ગાડલી જોવાનો વિશેષ મહિમા
- ગાડલીને જોઈને ચોમાસુ કેવુ રહેશે તેનો વર્તાવો કાઢવામા આવે છે
- નક્ષત્ર અને ગ્રહોની સ્થિતિ પરથી પણ ચોમાસું કેવુ હશે તેની માહિતી મેળવી શકાય છે
નક્ષત્ર અને ગ્રહોની સ્થિતિ પરથી ચોમાસું કેવું રહેશે તેના વિશે જાણી શકાય છે. ચૈત્ર સુદ પાંચમનાં દિવસે ગાડલી જોવામાં આવે છે. તો અહીં જાણી લો કે ગાડલી કેવી રીતે જોવાય ?
આ પણ વાંચો : રાજ્યની જેલમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ : સિગરેટથી લઈ તમાકુ અને મોબાઇલ સુધીની વસ્તુઓ મળી
આપણે સૌ જાણીએ છીએ કે હવામાન વિભાગ દ્વારા અવારનવાર વાતાવરણને લઈને આગાહી કરવામાં આવતી હોય છે. તેમજ લોકોને પણ ઉત્સુક હોય છે કે શિયાળો, ઉનાળો અને ચોમાસીની ઋતુ કેવી રહેશે. તેમાં પણ ખાસ કરીને ચોમાસુ કેવુ રહેશે તે જાણવા માટે ખેડૂતો થી લઈને દરેક વ્યક્તિ આતુર હોય છે. હવામાન વિભાગ દ્વારા પવનની દિશા, ભેજનું પ્રમાણ, તાપમાન સહિતના અનેક પરિબળોનો અભ્યાસ કરીને ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવીને જાહેરાત કરવામાં આવે છે. પહેલાના સમયમાં જ્યારે આવી ટેક્નોલોજી ન હતી ત્યારે ગામડાના લોકો હોળીની જાર અને પવનની દિશા તેમજ ગાડલી, ચોમાસાનો ગર્ભ જોયને તે પરથી અનુમાન લગાવતા હતા કે વરસાદની આની કેવી રહેશે. આની એટલે કે કેટલા ટકા વરસાદ થશે. તેમજ અમુક લોકો તો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પરથી વર્તારો મેળવતા હતા તે વરસાદ કેવો રહેશે.
હોળીના પર્વ બાદ ચૈત્ર સુદ પાંચમના દિવસે ગાડલી જોવાનો વિશેષ મહિમા છે. ગાડલી એટલે રોહિણી નક્ષત્રનો આકાશમાં દેખાતો ત્રિકોણ સમૂહ. તો હવે પ્રશ્ન થશે કે ગાડલી જોવાય કેવી રીતે? પહેલાના જમાનામાં વેપારીઓ, ખેડૂતો ગાડલી જોઈને નક્કી કરતાં કે ચોમાસુ આ વર્ષે કેવું રહેશે? તે પ્રમાણ ખેતી કે ધંધા માટેનું આયોજન કરતાં હતાં.
આ પણ વાંચો : આજે વિનાયક ચતુર્થીઃ રચાઇ રહ્યો છે વિશેષ યોગ
હવામાન વિભાગની આગાહી માટે મોખરે રહેલા આંબાલાલ પટેલ પણ નક્ષત્રો અને ગ્રહોની સ્થિતિ પરથી અનુમાન લગાવે છે. હોળીની જાર પરથી અનુમાન લગાવ્યા બાદ ગાડલી પણ જોવે છે. આંબાલાલ પટેલનું કહેવું છે કે, ગાડલી ચૈત્ર સુદ પાંચમના દિવસે સાંજે જોવામાં આવે છે. રોહિણી નક્ષત્ર પાંચ તારાનું છે. તેનો આકાર ગાડાનો હોવાથી ગાડલી કહેવામાં આવે છે.
ચંદ્રમા વેપારી ગણાવામાં આવે છે. કૃતિકા નક્ષત્ર આસપાસ 6 તારાનું ઝૂમખું આવેલું છે. ગાડલીના 4 તારાનો ભાગ ગાડાની બેઠક ગણાય છે. તેમજ ઉપરનો ભાગ ધોસરો ગણવો. તારા અને ગાડા વચ્ચેના ભાગને ઉધ ગણવી. જે સાલમાં ગાડલીથી ચંદ્રમાં આગળ હોય તો વર્ષ સારું થાય અને વેપારીઓને લાભ થાય છે. જ્યારે ધોસરેથી ઉધ ઉપર ચંદ્રમાં હોય તો વેપારીઓને લાભ થાય છે અને વર્ષ સરભર થાય છે. ગાડા વચ્ચે ચંદ્રમાં હોય તો દુકાળ ગણવવામાં આવે છે. ગાડલીથી ઉત્તરમાં ચંદ્રમા હોય તો વેપારીને કમાણી ઓછી અને વર્ષ સાધારણ જાય છે. ચંદ્રમાં ગાડલીની પછવાડે હોય તો વર્ષ સારું થાય છે. ચંદ્ર અસ્ત પામતા કૃતિકા નક્ષત્ર આથમે તો વર્ષ સારું નહીં અને ખરાબ પણ નહીં, તેમ મનાય છે.