રમઝાન મહિનો શરૂઃ પાંચ વર્ષ બાદ રમઝાન પર આવો સંયોગ
પાક રમઝાન મહિનો શરૂ થઇ ગયો છે. આજથી અલ્લાહની ઇબાદતમાં આજથી રોજા રાખવામાં આવશે. આ વખતે 2018 બાદ પહેલી વાર એવો સંયોગ બન્યો છે કે રમઝાનના મહિનામાં 5 જુમ્મા હશે. ઇસ્લામ ધર્મમાં જુમ્માનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે મુસ્લિમ ભાઇ-બહેનો ખાસ નમાજ અદા કરે છે.
ઇસ્લામિક કેલેન્ડરમાં નવમો મહિનો રમઝાન કહેવામાં આવે છે. આ મહિનાને સૌથી વધુ રહમત વાળો મહિનો ગણાવાયો છે, કેમકે આ મહિનામાં માંગેલી દુઆઓ અલ્લાહ કબુલે છે. આ મહિનાને પાક રમઝાન મહિનો એટલે કહેવામાં આવે છે કે કેમકે ઇસ્લામિક માન્યતાઓ અનુસાર આ મહિનામાં મોહમંદ પયંગબર સાહેબને અલ્લાહ પાસેથી કુરાનની આયાતો મળી હતી. આ મહિનામાં અલ્લાહ દરેક ગુનાહો માફ કરે છે અને ફરિશ્તાઓને રોઝા રાખનારાઓની દુઆ કબૂલ કરી આમીન કહેવાનો આદેશ આપે છે. જે વ્યક્તિ રોઝા કરે છે અલ્લાહ તેના ભૂતકાળના તમામ પાપોને માફ કરી દે છે. આ મહિનામાં મુસ્લિમ લોકોએ ગરીબ અને દલિત લોકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને દાન કરવુ જોઈએ.
રમઝાનનો મહિનો 30 દિવસનો માનવામાં આવે છે. આખા મહિનાના 10-10 દિવસના ભાગ કરીને તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલા 10 દિવસના રોજાને રહેમત કહેવાય છે, બીજા 10 દિવસના રોજાને બરકત અને છેલ્લા 10 દિવસના રોજાને મગફિરત કહેવાય છે.
રોજા રાખનાર માટેના નિયમો શું છે?
રોજા રાખવાનો મતલબ નિયમો હોય છે. રોજા રાખવાનો અર્થ માત્ર ભુખ્યા-તરસ્યા રહેવું હોતુ નથી. તેમાં આત્મનિયંત્રણ અને સંયમનું પણ પાલન કરવાનું હોય છે. રોજા રાખનાર વ્યક્તિએ પોતાની વાણી પણ સંયમિત રાખવાની હોય છે. જુઠ્ઠુ બોલવાનું નથી. કોઇની સાથે દગો કરવાનો નથી. મનમાં ખોટો વિચાર પણ લાવવાનો નથી. સુર્યોદય પહેલા જમી લેવાનું હોય છે. સુર્યોદય પછી કંઇ પણ જમવાનું કે પાણી પણ પીવાનું હોતુ નથી. રમઝાનમાં પાંચ વખત નમાઝ પડવી પણ જરૂરી છે.
આ પણ વાંચોઃ નવરાત્રિના ઉપવાસનું કેમ છે મહત્ત્વ? શું કહે છે સાયન્સ?