વોશિંગ્ટન નેશનલ પ્રેસ ક્લબમાં કાશ્મીર પર ચર્ચામાં પાકિસ્તાની અધિકારીઓએ ભારે હંગામો કર્યો હતો. વોશિંગ્ટન ડીસીની નેશનલ પ્રેસ ક્લબમાં કાશ્મીરમાં બદલાવની ચર્ચા થઈ રહી હતી. આ માટે ઘાટીના યુવા નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક પાકિસ્તાની સમર્થકો ત્યાં ઘૂસી ગયા, જેમણે કાર્યક્રમને ખોરવી નાખ્યો. જોકે તેને ધક્કો મારી બહાર કાઢવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : રાહુલ ગાંધીનું સાંસદપદ ગયું ! લોકસભાના સભ્યપદેથી હટાવાયા
વોશિંગ્ટનની નેશનલ પ્રેસ ક્લબમાં કાશ્મીર પર ચર્ચામાં પાકિસ્તાની અધિકારીઓએ ભારે હંગામો કરતા તેમને ધક્કા મારી તે ત્યાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. કાશ્મીરના યુવા નેતાઓને પ્રેસ ક્લબમાં પેનલ ચર્ચા માટે આમંત્રણ અપાયું હતું. જેમાં કાશ્મીરમાં થયેલા ફેરફારોની ચર્ચા કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ત્યાં હાજર કેટલાક પાકિસ્તાની અધિકારીઓએ હંગામો કર્યો હતો. માટે આયોજકોએ તેમને બહાર કાઢી મુક્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
વોશિંગ્ટનમાં આયોજિત ચર્ચાનો વિષય કાશ્મીર હતો. અશાંતિ થી પરિવર્તન સુધી આ વિષય પર ચર્ચા ચાલી રહી હતી. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર પીસ સ્ટડીઝે કાશ્મીર ઘાટીના બે યુવા નેતાઓ, જમ્મુ અને કાશ્મીર વર્કર્સ પાર્ટી (JKWP)ના પ્રમુખ મીર જુનૈદ અને તૌસીફ રૈનાને ચર્ચા માટે બોલાવ્યા હતા. મીર જુનૈદે કહ્યું- હું વિશ્વાસ સાથે કહી શકું છું કે કાશ્મીરમાં હવે શાંતિ અને સમૃદ્ધિ છે. જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના ભૂતકાળમાં આવા ઘણા ફેરફારો જોવા મળ્યા છે, જેના કારણે તે હવે પ્રગતિશીલ કેન્દ્રશાસિત પ્રદેશ બની રહ્યો છે.
કેટલાક દેશો કાશ્મીરમાં હિંસા ભડકાવી રહ્યા છે
પાકિસ્તાન પર પ્રહાર કરતા જુનૈદે કહ્યું હતું કે, કેટલાક દેશો વૈશ્વિક મંચ પર દુનિયાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને કાશ્મીરની શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ માત્ર કાશ્મીરમાં હિંસા વધારવા માંગે છે. આપણે નિવેદનબાજીમાંથી બહાર નીકળવું પડશે. કાશ્મીરમાં હિંસા ભડકાવનારા લોકો હવે વિરોધ અને કડક કાયદાનો સામનો કરી રહ્યા છે. તેથી જ હુર્રિયત કોન્ફરન્સ પણ ત્યાં ચાલી શકી નથી.
#WATCH | Pakistanis heckle, interrupt discussion on Kashmir’s transformation in Washington DC’s National Press Club pic.twitter.com/I5OHEL6s9I
— ANI (@ANI) March 24, 2023
પાકિસ્તાની અધિકારીઓને આયોજકોકે ધક્કા મારી બહાર કાઢ્યા
જુનૈદના આ નિવેદન બાદ ત્યાં હાજર પાકિસ્તાની અધિકારીઓ ભડક્યા હતા. તેઓ સ્ટેજ પર ચઢીને હંગામો કરવા લાગ્યા. આ દરમિયાન તેઓ જુનૈદ પર બૂમો પાડીને કહે છે કે તને શરમ આવવી જોઈએ. ત્યારે જ સુરક્ષાકર્મીઓ ત્યાં પહોંચી જાય છે અને હંગામો મચાવી રહેલા લોકોને બહાર જવા માટે કહે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની અધિકારીઓ જુનૈદ સાથે દુર્વ્યવહાર કરતા જોવા મળે છે.
આ સમગ્ર ઘમાસણ પછી કાશ્મીરના યુવા નેતાઓએ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં જુનૈદે કહ્યું હતું કે હવે જે પણ થયું છે, આ લોકોનો અસલી ચહેરો બધાની સામે આવી ગયો છે. આ લોકો કાશ્મીરમાં તે જ કરે છે જે આજે અહીં વોશિંગ્ટનમાં થયું હતું. આ સાબિત કરે છે કે તેઓ કેવી માનસિકતા ધરાવે છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધી પાસે સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ હવે કયો રસ્તો ?
પાકિસ્તાનનો 370 પર વિરોધ
પાકિસ્તાને ફરી એકવાર પોતાની હરકતોથી દુનિયાની સામે શરમજનક સ્થિતિ સર્જી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનમાં આગ લાગી છે. તે કાશ્મીરમાં થઈ રહેલા વિકાસને પચાવી શકતો નથી. તેઓ કાશ્મીરમાં થયેલા ફેરફારો પર ચર્ચા કરવાનું પણ ચૂક્યા નથી. કાશ્મીરને મુદ્દો બનાવીને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ભારત વિરુદ્ધ ઝેર ઓકતું રહે છે. કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં સતત વિકાસ પર રોકાણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે સ્થાનિક યુવાનોને રોજગાર મળી રહ્યો છે. પીઓકેની સાથે, આખું પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, પરંતુ તેમ છતાં તે તેની બાજ આવતું નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી હંમેશા કાશ્મીરને લઈને પોતાને ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળે છે. તાજેતરમાં, તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના પછી ભારત સરકાર દ્વારા સખત પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો.