ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ઓરિસ્સા થી મહેસાણા લઈ જવાતો રૂ. 1.64 લાખનો ગાંજો ઝડપાયો

Text To Speech
  • પાલનપુર રેલવે પોલીસે માદક પદાર્થ સાથે એક શખ્સને ઝડપ્યો

પાલનપુર : પાલનપુર રેલવે પોલીસે બાતમી આધારે ટ્રેનમાંથી ઉતરતા એક શખ્સને ઝડપ્યો હતો. જેની પાસેથી બેગમાં ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે 1.64લાખ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા 1.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુર રેલવે પોલીસ સ્ટાફ બહારના રાજ્યમાંથી આવતી ટ્રેનમાં ચેકિંગ કરી રહયા હતા. ત્યારે બાતમી આધારે પૂરી- અજમેર એક્સપ્રેસ ટ્રેનમાંથી નીચે ઉતરતા બેલગામ ના ગાંજામ ના શ્રીધર કરુણાકર પાનીગ્રાહી ની પૂછપરછ હાથ ધરી હતી. જેની પાસે રાખેલી બેગમાં ચેક કરતા ગાંજાનો જથ્થો 16.404 કિ.ગ્રામ મળી આવ્યો હતો. જેથી પોલીસે કિંમત રૂ. 1,64,040 નો ગાંજો, ટ્રોલી બેગ કિંમત રૂપિયા 200, કોલેજીયન બેગ કિંમત રૂપિયા 100, મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા 500 તેમજ રોકડ રકમ રૂપિયા 2660,પર્સ કિમત રું.50 સહિત કુલ કિંમત રૂપિયા 1.67 લાખનો મુદ્દા માલ જપ્ત કરી ક્યાંથી લાવ્યો અને ક્યાં આપવાનો હતો તેની વધુ પૂછપરછ કરતા ઓરિસ્સાના મદને આપ્યો હતો અને મહેસાણાના ઇકબાલને આપવાનો જણાવ્યું હતું.જેથી પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : પાલનપુર : બાકીદારો સામે કાર્યવાહી, ધનિયાણા ચોકડી પર શ્રી ઉમા ડેવલોપર્સની 25 દુકાનો કરાઈ સીલ

Back to top button