કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

પિતાએ મોબાઇલ ન અપાવતા 10 વર્ષની બાળા ઘરેથી ભાગી, રાતે જ થયું કંઈક આવું..

રાજકોટમાં સભ્ય સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં 5માં ધોરણમાં ભણતી માસુમ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. શહેરની હોટલ તિલકના કર્મચારી ગૌતમ ચુડાસમાએ બાળકીની મજબૂરીનો લાભ લઇને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

રાજકોટમાં 5માં ધોરણમાં ભણતી બાળકી પર દુષ્કર્મ

આ અંગે પ્રાપ્ત જાણકારી મુજબ રાજકોટનાં નિર્મલા રોડ વિસ્તારમાંથી ત્રણ દિવસ પહેલા 5માં ધોરમમાં ભણતી એક બાળકી રાત્રે પોતાના ઘરેથી અચાનક ગુમ થઈ ગઈ હતી. અને બીજા દિવસે આ બાળકી મળી આવતા તેની સાથે દુષ્કર્મ થયુ હોવાનુ જાણવા મળ્યું હતું. બાળકી સાથે પરિવારજનોએ પુછપરછ કરતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું ખુલ્યું હતું. જે બાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા સ્થાનિક પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણનો ગુનાની ફરિયાદ નોંધી તેની સામે પોક્સો સહિતની કલમ ઉમેરીને નરાધમ ગૌતમને ધરપકડ કરી લીધી છે.

માતા પિતાએ જીદ ન માનતા ઘરેથી ભાગી

આ બાળકીએ તેના માતા પિતા પાસે મોબાઇલ અને કૂતરું લાવવાની જીદ કરી હતી. પરંતુ માતા પિતાએ ના લાવી આપતા બાળકી રિસાઈને ઘરેથી કહ્યા વિના જતી રહી હતી. બાળકી ગુમ થયાની જાણ થતા જ પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. અને તેની શોધખોળ કરી હતી પરંતુ બાળકી ન મળતા મળતા પરિવારે મોડી રાતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના બીજા દિવસે સવારે બાળકી તેના માસીનાં ઘરેથી મળી આવી હતી. બાળકી મળતા પરિવારે તેની પુછરછ કરતા બાળકીએ જે હકીકત જણાવી તે જાણીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

બાળકી-humdekhengenews

બાળકીની મજબુરીનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચર્યુ

દિકરીએ પરિવારને જણાવ્યુ કે તે ઘરેથી નીકળીને કોટેચા ચોક પાસેની કે.કે. હોટલમાં રુમ લેવા માટે પહોંચી હતી પરંતુ ત્યા તેને રુમ આપવાની ના પાડી હતી. આ દરમિયાન હોટેલની બહાર એક શખ્સે આવીને રૂમની વ્યવસ્થા કરી આપવા કહ્યુ હતુ. જેથી દિકરી આ શખ્સની વાતમાં આવી ગઈ. જે બાદ આ શખ્સ તેને તિલક હોટલમાં લઇ ગયો હતો.અને અહી તેને દીકરીની મજબુરીનો ફાયદો ઉઠાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતુ.

પોલીસે આરોપીની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી

આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા પોલીસે કોટેચા ચોક પાસેની તિલક હોટલના સીસીટીવી ચેક કર્યા હતા.આ સીસીટીવી ફૂટેજમાં બાળા સાથે હોટેલનો જ કર્મચારી હોવાનું જોવા મળ્યું હતું.અને વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે આ વ્યક્તિ મૂળ જામજોધપુર પંથકનો છે જે કે.કે. હોટેલના સ્ટાફ ક્વાર્ટરમા રહે છે.જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. અને પુછપરછ કરતા દુષ્કર્મ આચર્યાની કબૂલાત કરી હતી. જે બાદ પોલીસે હોટલ તિલકના કર્મચારી ગૌતમ ચુડાસમાની ધરપકડ કરી તેના પર દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : મેચની ટિકિટની કાળાબજારી : 1 હજાર રૂપિયાની ટિકિટ 2900 રૂપિયામાં વેચતા શખ્સનો પર્દાફાશ

Back to top button