બિઝનેસ

હિંડનબર્ગ રિપોર્ટ : જૅક ડોર્સીની સંપત્તિમાં આવ્યો મોટો ઘટાડો, જાણો કેટલા કરોડ ડોલરનું થયું નુકસાન

શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે તેના નવા રિપોર્ટથી અમેરિકન માર્કેટમાં ગભરાટ ફેલાવ્યો છે. હિંડનબર્ગે Twitterના સહ-સ્થાપક જૅક ડોર્સીની કંપની બ્લોક ઇન્ક પર એક નવો રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં કંપનીએ સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ છે. તમને જણાવી દઈએ કે અગાઉ હિંડનબર્ગે જાન્યુઆરીમાં અદાણી ગ્રુપ પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જ્યારે તેમની સંપત્તિમાં મોટો ઘટાડો થયો હતો. તેવી જ રીતે જૅક ડોર્સીની મિલકતમાં 52.6 કરોડ ડોલરનો ઘટાડો થયો છે.

હિંડનબર્ગનો આ નવો રિપોર્ટ બહાર આવ્યા બાદ જૅક ડોર્સીની સંપત્તિમાં ઝડપથી ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગુરુવારે જૅક ડોર્સીની સંપત્તિમાં 52.6 કરોડ ડોલરનો ઘટાડો થયો હતો, જે મે મહિના પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. 11 ટકાના ઘટાડા બાદ હવે તેની સંપત્તિ ઘટીને 4.4 અબજ ડોલર થઈ ગઈ છે.

આ પણ વાંચો : અદાણી કેસમાં હલચલ મચાવનાર હિંડનબર્ગનો વધુ એક ‘મોટો રિપોર્ટ’ આવી રહ્યો છે !

હિંડનબર્ગે તેના નવા રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે બ્લોકે પેમેન્ટ બાબતે છેતરપિંડી કરી છે. જેમાં ખોટી રીતે આવક ઉભી કરવામાં આવી છે. આ સિવાય વધારી-ચડાવીને યુઝર્સ બતાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ જૅક ડોર્સીની કંપની બ્લોક વેપારી અને યુઝર્સ માટે પેમેન્ટ અને મોબાઈલ બેન્કિંગ સર્વિસ આપે છે.

બે વર્ષ સુધી તપાસ ચાલી

હિંડનબર્ગના નવા રિપોર્ટથી જૅક ડોર્સીની કંપની બ્લોકમાં ખળભળાટ મચી ગયો હતો. હિંડનબર્ગ તેના રિપોર્ટમાં જણાવે છે કે બ્લોકના વેપાર પાછળનો જાદુ કોઈ નવીનતા નથી, પરંતુ કંપનીની ગ્રાહકો અને સરકાર સામે છેતરપિંડી કરવાની, નિયમનને ટાળવા, શિકારી લોન અને ફીને ક્રાંતિકારી તકનીક તરીકે તૈયાર કરી અને રોકાણકારોને ગેરમાર્ગે દોરવાની તૈયારી છે.

આ પણ વાંચો : બુદ્ધિશાળી હિંડનબર્ગ પોતાના દેશમાં SVB વિશે કેમ મૌન, લોકોએ હીંડનબર્ગની કરી ટીકા !

કંપનીએ આરોપોને ફગાવ્યા

હિંડનબર્ગના નવા રિપોર્ટના લગાવવામાં આવેલ તમામ આરોપો જૅક ડોર્સીની કંપનીએ ફગાવી દીધા છે. કંપનીએ કહ્યું છે કે તે હિંડનબર્ગ સામે કાનૂની કાર્યવાહીની તપાસ કરશે. ગુરુવારે તેના શેર 15 ટકા નીચે બંધ થયા હતા, પરંતુ તે પહેલાં બ્લોક ઇન્કના શેર 22 ટકા સુધી નીચે આવી ગયા હતા.

આ પણ વાંચો : અદાણીને નુકસાન કરનાર હિંડનબર્ગના સ્થાપક એન્ડરસન દુનિયામાં છવાયો

અગાઉ ગૌતમ અદાણીની સંપત્તિને અસર થઇ હતી

હિંડનબર્ગે આ પહેલા વિશ્વના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીની કંપની પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જે બાદ તેમની સંપત્તિ ઘટીને 60 બિલિયન ડોલર થઈ ગઈ છે અને અમીરોની યાદીમાં તે 21માં નંબર પર પહોંચી ગયો છે. જેના કારણે અદાણીની સંપત્તિને મોટી અસર થઇ હતી. હવે હિંડનબર્ગના આ નવા રિપોર્ટથી જૅક ડોર્સીની સંપત્તિમાં 52.6 કરોડ ડોલરનો ઘટાડો થયો છે. હજી આગળ કેટલું નુકસાન થાય છે એ જોવું રહ્યું.

Back to top button