પ્રદીપ સરકારનું મૃત્યુ : ‘પરિણીતા’ના ડિરેક્ટરે 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ
બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સતીષ કૌશિકના મૃત્યુનો શોક હજી શમ્યો નથી ત્યારે વધુ એક ડિરેક્ટરના અવસાનના સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ડિરેક્ટર પ્રદીપ સરકારનું નિધન થઈ ગયું છે. ડિરેક્ટર હંસલ મહેતાએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. 67 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. અજય દેવગણ, મનોજ બાજપાઈ સહિત ઘણા સેલેબ્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે પ્રદીપ સરકારે સૈફ અલી ખાન અને વિદ્યા બાલનની ફિલ્મ ‘પરિણીતા’થી પોતાના ડિરેક્ટર કરિયરની શરૂઆત કરી હતી.
Pradeep Sarkar. Dada. RIP. pic.twitter.com/htxK4PiTLN
— Hansal Mehta (@mehtahansal) March 24, 2023
હંસલ મહેતાએ મૃત્યુની પુષ્ટિ કરી હતી
પ્રદીપ સરકાર અને હંસલ મહેતા ઘણા સારા મિત્રો છે. ડિરેક્ટરના નિધનની પુષ્ટિ તેમના નજીકના મિત્ર હંસલ મહેતાએ કરી છે. તેણે લખ્યું- પ્રદીપ સરકાર દાદા, RIP. અહેવાલો અનુસાર પ્રદીપે સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલો અનુસાર, તેઓ ડાયાલિસિસ પર હતા અને તેમનું પોટેશિયમનું સ્તર ઘટી ગયું હતું. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ડિરેક્ટરનું મોત થઈ ગયું.
Ohh! That’s so shocking!
Rest in peace Dada!!???? https://t.co/wOCqOlVd5Z— manoj bajpayee (@BajpayeeManoj) March 24, 2023
આ પણ વાંચો : MS ધોની બોલિવૂડ નહીં પણ સાઉથના આ 2 સ્ટાર્સ સાથે બનાવશે ફિલ્મ, પોતે પણ કરશે એક્ટિંગ!
આ ફિલ્મોનું નિર્દેશન કર્યું
હંસલ મહેતાના ટ્વીટને રીટ્વીટ કરતા અભિનેતા મનોજ બાયપેયીએ લખ્યું, ‘ઓહ આ ખૂબ જ આઘાતજનક છે…શાંતિમાં આરામ કરો દાદા!!’ પ્રદીપ સરકારની ફિલ્મોની વાત કરીએ તો વર્ષ 2005માં તેણે પરિણીતા સાથે ડિરેક્શનની દુનિયામાં પગ મૂક્યો હતો. આ પછી તેણે ‘લગા ચુનરી મેં દાગ’, ‘લફંગે પરિંદે’, ‘મર્દાની’ અને ‘હેલિકોપ્ટર ઈલા’ ફિલ્મોનું સફળતાપૂર્વક ડિરેક્શન કર્યું હતું.
આ પણ વાંચો : પુષ્પા 2માં RRR સ્ટારની એન્ટ્રી, ડિરેક્ટર સુકુમારે બનાવ્યો મેગા પ્લાન
ઘણા એવોર્ડ મેળવ્યા છે
ડિરેક્ટરને તેમના કામ માટે અનેક પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રદીપને ફિલ્મફેર એવોર્ડ અને ઝી સિને એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છે.