ગુજરાતટોપ ન્યૂઝ

તલાટીની પરીક્ષાની સંભવિત તારીખમાં ફેરફાર, હસમુખ પટેલે ટ્વિટ કરી આપી માહિતી

Text To Speech

પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવનાર તલાટીની લેખિત પરીક્ષાની નવી સંભવિત તારીખ જાહેર કરવામા આવી છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ અંગે માહીતી આપી છે. જેમાં જણાવ્યા અનુસાર તલાટી મંત્રીની પરીક્ષા હવે આગામી 23 એપ્રિલે નહીં પરંતુ 30 એપ્રિલના રોજ યોજાઈ શકે છે.

તલાટીની પરીક્ષાની સંભવિત તારીખમાં ફેરફાર

તલાટીની પરિક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામા આવતી તલાટીની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે . પંચાયત સેવા પસંદગી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી છે. જે મુજબ આગામી 30 એપ્રિલનાં રોજ તલાટીની પરીક્ષા લેવાય તેવી શકયતા છે.

પરિક્ષા-humdekhengenews

હસમુખ પટેલે ટ્વીટ કરીને આપી માહિતી

IPS હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપતા કહ્યું કે, મંડળ તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા કટિબદ્ધ છે, પૂરતા કેન્દ્ર મળે તે માટે પ્રયત્નશીલ છે. કેન્દ્રો ઉપલબ્ધ થતા વિધિવત તારીખની જાહેરાત કરવામાં આવશે.

પરિક્ષા 23 એપ્રિલના બદલે 30 એપ્રિલે લેવાશે

મહત્વનું છે કે 16 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટ્વિટ કરીને તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી હતી.જેમાં તલાટીની પરીક્ષા 23 એપ્રિલનાં રોજ લેવા માંગે છે.તેમ જણાવ્યું હતુ.ત્યારે હવે નવી સંભવિત તારીખ 30 એપ્રિલ નક્કી કરવામા આવી છે.

આ પણ વાંચો : અમદાવાદ : વીરાંજલિ કાર્યક્રમ ફરી રદ્દ, હવે કાલે નહીં પરંતુ 20 એપ્રિલે યોજાશે

Back to top button