પાલનપુર : ડીસામાં સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ જયંતીની આસ્થાભેર ઉજવણી
- ઝુલેલાલ મંદિરે મહા આરતી- ભંડારા- યજ્ઞોપવિત સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
- બપોરે શોભાયાત્રા યોજાઇ
પાલનપુર : ડીસા શહેરમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી, અને સમગ્ર દિવસ દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. લાલચાલીમાં આવેલા મંદિરે સૌ પ્રથમ આરતી કરવામાં આવી હતી, ત્યાર પછી યજ્ઞોપવિત સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
સિંધી સમાજના આરાધ્યદેવ ભગવાન શ્રી ઝુલેલાલજી જયંતીની ઉજવણીના ભાગરૂપે ડીસાના લાલચાલી વિસ્તારમાં આવેલા ઝુલેલાલ મંદિરે મહાઆરતી બાદ બહેરાના સાહેબ બેઠકનું આયોજન કરાયું હતું. સમગ્ર સમાજના લોકો એ મોટી સંખ્યામાં દર્શનનો અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
ત્યારબાદ બપોરે વંદના પાર્ટી પ્લોટ ખાતે ભંડારાનું આયોજન કરાયું હતું જેમાં સિંધી સમાજ ઉપરાંત શહેરભરમાંથી મોટી સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું હતું.
ત્યાર પછી બપોર ચાર વાગ્યે જુલિલાલ મંદિર થી વિશાળ શોભાયાત્રા નિકળી હતી, જે નગરના માર્ગો પર ફરી હાઇવે વિસ્તારમાં જલારામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.જ્યા પણ ઝુલેલાલ જયંતીની વિશેષરૂપે ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે રાત્રે વંદના પાર્ટી પ્લોટ ખાતે સિંધી સમાજ નો સામુહિક ભોજન અને નામાંકિત કલાકારો નો ડાયરો યોજાયો હતો.
આ પણ વાંચો : પાલનપુર : ડીસા આખોલ પાસે ઓવરબ્રિજ પર ઘાસ ભરેલી ટ્રક પલટી