કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ભાવનગરમાં અડધા કલાકમાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ

Text To Speech

વાતાવરણમાં પલટો આવતા છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે જે પણ ભાવનગર, જામનગર, અમરેલી, બોટાદ સહિતના વિસ્તારમાં વાતાવરણમાં બપોર બાદ પલટો જોવા મળ્યો હતો. અહી ભર ઉનાળાની સિઝનમાં કમોસમી વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે ખેડૂતો ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિથી ચિંતામાં મુકાયા છે.

ભાવનગરમાં અડધો કલાકમાં ધોધમાર વરસાદ

મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં આજે બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.ભાવનગરમાં અડધો કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ આ ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે કેટલાક વિસ્તારોમાં તો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે.

ભાવનગરમાં વરસાદ-humdekhengenews

શહેરના આ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા

ભાવનગરમાં આજે બપોરે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.આ વરસાદને કારણે શહેરના કુંભારવાડા, મોતી તળાવ, સુભાષનગર, ધોધા સર્કલ, શિવાજી સર્કલ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેના કારણે રાહદારી અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.ભાવનગરમાં મહુવા તાલુકાના બગદાણા વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે.

ભાવનગરમાં વરસાદ-humdekhengenews

ભારે વરસાદને કારણે રસ્તા પર નદીઓ વહેતી થઈ

શિહોર તાલુકાના સોનગઢ ગામે સાંજે સવા ત્રણથી પોણા ચાર એમ સતત 30 મિનિટ સુધી ધીમીધારે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તા પરથી નદીઓ વહેતી થઈ હોય તેવો દ્રશ્યો સર્જાયા હતા. આમ ભાવનગરમાં બપોર બાદ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો : અમિત પંડયાનું નામ મહાઠગ કિરણ સાથે જોડતા ભાજપે છેડો ફાડ્યો

Back to top button