ગજકેસરી યોગ 2023: ગુરુ-ચંદ્રની મીન રાશિમાં યુતિથી ત્રણ રાશિને આખુ વર્ષ ધન લાભ
ગુરૂને જ્ઞાન અને શક્તિનો કારક માનવામાં આવે છે. સાથે સાથે તમામ ગ્રહો અને દેવતાઓને ગુરૂનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. ગુરૂ ગ્રહ ઘણા સમયથી સ્વરાશિ મીનમાં ગોચર કરી રહ્યો છે. હવે મીન રાશિમાં ચંદ્રમાનો પણ પ્રવેશ થઇ ગયો છે. ચંદ્રમા અને ગુરૂ એકસાથે મીન રાશિમાં બિરાજમાન થવાથી ગજ કેસરી યોગ બની રહ્યો છે. 22 માર્ચ 2023ના રોજ ચંદ્રમાએ મીન રાશિમાં પ્રવેશ કરી લીધો છે અને આ રાશિમાં ગુરુ-ચંદ્રની યુતિ 2023 બનાવે છે. ગજકેસરી યોગને શાસ્ત્રોમાં અત્યંત લાભકારી માનવામાં આવે છે. ગજકેસરી યોગથી કેટલીક રાશિઓની કિસ્મત ચમકશે, પંરતુ ત્રણ રાશિઓને આખુ વર્ષ આર્થિક લાભ થશે.
કર્ક રાશિ
ગુરુ અને ચંદ્રની યુતિથી મીન રાશિમાં બની રહેલો ગજકેસરી યોગ કર્ક રાશિના જાતકોની જિંદગીમાં ખુશીઓ લાવશે. આ દરમિયાન ધન-ધાન્યથી પરિપુર્ણ રહેશે અને ભાગ્યનો સાથ મળશે. તમે જે કામ હાથમાં લેશો તેમાં સફળતા મળશે. કોમ્પિટિટીવ એક્ઝામની તૈયારી કરનારા જાતકોને ખુશખબરી મળી શકે છે. કરિયરમાં ઉન્નતિ અને વેપારમાં નફો થશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે ગુરુ-ચંદ્રની યુતિ ગજકેસરી યોગનું નિર્માણ કરી રહી છે. આ દરમિયાન તમને ધનલાભ થઇ શકે છે. તમારી આવકમાં વૃદ્ધિ થઇ શકે છે. કરિયર માટે સારો સમય સાબિત થશે. નોકરીમાં પ્રમોશન મળવાના પ્રબળ અણસાર છે. વેપારી વર્ગ આ સમયગાળામાં કોઇ મોટી ડીલ ફાઇનલ કરી શકે છે. આકસ્મિક ધનલાભ થઇ શકે છે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે ગજકેસરી યોગ અત્યંત લાભકારી સાબિત થશે. આ યોગથી મીન રાશિના જાતકોને સુખ-સુવિધાઓ પ્રાપ્ત થશે. આવકમાં વધારો થશે. વેપારી વર્ગને લાભ થશે. નોકરિયાતોને સુખદ પરિણામો મળી શકે છે. તમારી કાર્યશૈલીમાં સુધારો આવશે. આત્મવિશ્વાસ વધશે અને ધન લાભ પણ થશે.
આ પણ વાંચોઃ બેડરૂમમાં રાખેલી આ વસ્તુ બદલી શકે છે તમારું નસીબઃ અજમાવો આ સરળ ઉપાય