ટ્રેન્ડિંગધર્મયુટિલીટી
બેડરૂમમાં રાખેલી આ વસ્તુ બદલી શકે છે તમારું નસીબઃ અજમાવો આ સરળ ઉપાય
ફેંગસુઇ અનુસાર બેડરૂમમાં રાખેલા પ્લાન્ટ રૂમની સજાવટ વધારવાની સાથે લોકોની પ્રોડક્ટિવિટીને પણ વધારે છે. છોડ લોખંડ અને ફર્નિચરથી ભરેલા ઘરમાં ઉર્જાનું સંતુલન કરે છે. બેડરૂમમાં ઘણા બધા છોડ રાખવા પર તે વ્યક્તિની વિચારવાની ક્ષમતાને બાધિત કરે છે. સ્પષ્ટ રીતે વિચારવા અને સમજવા માટે રૂમમાં પ્લાન્ટની સાથે અન્ય વસ્તુઓનું હોવું પણ જરૂરી છે. તો આજે જાણો બેડરૂમમાં પ્લાન્ટ રાખવાના ફાયદા.
- પ્લાન્ટ નેચરલ એર પ્યુરિફાયર છે, જે ઘરના વાતાવરણને સાફ રાખવામાં મદદ કરે છે.
- તે ઘરમાં રહેતા લોકો માટે કિસ્મત અને સુખ લાવે છે.
- પ્લાન્ટના પાંદડા ઘરની સજાવટને એક સુંદર લુક આપે છે.
- ઘરમાં રાખેલા પ્લાન્ટની પુરતી દેખભાળ કરવી જરૂરી છે. પ્લાન્ટને યોગ્ય જગ્યાએ રાખવાની સાથે સાથે તેને યોગ્ય રીતે મેઇન્ટેન પણ કરવા જોઇએ. પ્લાન્ટ્સ સૌભાગ્ય લઇને આવે છે.
- ફેંગસુઇ અનુસાર ઘરમાં બિમાર પ્લાન્ટ, મુરઝાયેલા કે નકલી પ્લાન્ટ ન રાખવા જોઇએ. તે ઘરમાં સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકતા નથી.
- કેકટસ જેવા કાંટાળા છોડ ક્યારેય ઘરમાં ન રાખવા જોઇએ.
- ફેંગસુઇ અનુસાર તમે ઘરમાં મની પ્લાન્ટ, જેડ સુસીક્યુલેન્ટ અને વાંસના પ્લાન્ટ પણ રાખી શકો છો તે પ્લાન્ટ વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પણ વાંચોઃ અન્ય લોકોને નોકરી આપનાર Indeed,તેના 2200 કર્મચારીઓની છટણી કરશે !