ટ્રેન્ડિંગધર્મ

ચૈત્ર નવરાત્રિ ત્રીજો દિવસઃ આ રીતે કરો માં ચંદ્રઘટાનું પુજન, જાણો શુભ મુહુર્ત

Text To Speech

નવરાત્રિનો ત્રીજો દિવસ 24 માર્ચ, 2023 શુક્રવારે છે. નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘટાની ઉપાસના કરવામાં આવે છે. દેવી પુરાણ અનુસાર દેવી દુર્ગાના તૃતિય સ્વરૂપને ચંદ્રઘટા કહેવામાં આવે છે. દેવીના મસ્તક પર ઘંટના આકારનું અર્ધચંદ્ર સુશોભિત છે, તેથી તેમનું નામ ચંદ્રઘટા પડ્યુ છે. માં ચંદ્રઘટાને શાંતિ અને કલ્યાણનું પ્રતિક માનવામાં આવે છે. માન્યતા છે કે માં ચંદ્રઘટાની પૂજા કરવાથી જાતકને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે.

ચૈત્ર નવરાત્રિનો ત્રીજો દિવસઃ આ રીતે કરો માં ચંદ્રઘટાનું પુજન, જાણો શુભ મુહુર્ત hum dekhenge news

માં ચંદ્રઘટાનું સ્વરૂપ

માં દુર્ગાનું ત્રીજુ સ્વરૂપ માં ચંદ્રઘટા છે. માં ચંદ્રઘટાની સવારી વાઘ છે. દસ હાથમાં કમળ અને કમંડલ ઉપરાંત અસ્ત્ર શસ્ત્ર છે. માથા પર અર્ધ ચંદ્ર જ તેની ઓળખ છે. આ અર્ધ ચંદ્રના કારણે જ તેમને ચંદ્રઘટા કહેવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રિનો ત્રીજો દિવસઃ આ રીતે કરો માં ચંદ્રઘટાનું પુજન, જાણો શુભ મુહુર્ત hum dekhenge news

માં ચંદ્રઘટાનો મંત્ર

पिण्डजप्रवरारूढ़ा चण्डकोपास्त्रकेर्युता।
प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता॥

या देवी सर्वभू‍तेषु मां चन्द्रघण्टा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

માં ચંદ્રઘંટાને પુષ્પ અને ભોગ

માતાને સફેદ કમળ અને પીળા ગુલાબની માળા અર્પણ કરો. માતાની પુજા કરતી વખતે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવાનું શુભ માનવામાં આવે છે. માતાને કેસરની ખીર અને દૂધમાંથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. પંચામૃત, સાકર અને સાકરનો પ્રસાદ પણ માતાને અર્પણ કરવો જોઈએ.

ચૈત્ર નવરાત્રિનો ત્રીજો દિવસઃ આ રીતે કરો માં ચંદ્રઘટાનું પુજન, જાણો શુભ મુહુર્ત hum dekhenge news

માં ચંદ્રઘંટાની પુજાના મુહુર્ત

બ્રહ્મ મુહુર્ત – 04.47થી 05.34
પ્રાતઃ સંધ્યા – 5.10થી 6.21
અભિજિત મુહુર્ત – 12.03થી 12.52
વિજય મુહુર્ત – 3.20થી 3.19 (બપોરે)
ગોધૂલિ મુહુર્ત – 6.33થી 6.57 (સાંજે)
અમૃતકાળ – 6.24થી 7.57 (સવારે)
સર્વાર્થ સિદ્ધિ યોગ – 6.21થી 1.22(સવારે)

આ પણ વાંચોઃ અન્ય લોકોને નોકરી આપનાર Indeed,તેના 2200 કર્મચારીઓની છટણી કરશે !

Back to top button