ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરાની SSG હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ મહિલા ફરાર, તંત્રમાં દોડધામ

Text To Speech

રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી એક વાર ઉછાળો આવ્યો છે. અનેક શહેરોમાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.ત્યારે વધતા જતા કેસોને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટમાં દાખલ કોરોના પોઝિટીવ મહિલા ત્યાંથી ભાગી ગઈ છે. જેના કારણે હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી છે.

SSG હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ મહિલા ફરાર

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ભાગી ગઈ છે. જેને પગલે તંત્રમાં દોડધામ મચી છે. જાણકારી મુજબ પાદરાના આંતિ ગામની એક આધેડ મહિલાને શ્વાસ લેવામાં મુશ્કેલી અને છાતીમાં દુ:ખાવાની સમસ્યા થતા તેને સારવાર અર્થે SSG હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યા તેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. અને તેનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો.

કોરોનાના કેસ -humdekhengenews

મહિલાને શોધવા તંત્રમાં દોડધામ

મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતા તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી હતી. અને અહી તેની સારવાર કરવામા આવી રહી હતી આ દરમિયાન મોડી રાત્રે મહિલા તેના કેસ પેપર લઇને કોઇને જાણ કર્યા વિના વોર્ડમાંથી ભાગી ગઇ હતી. જેથી આ ફરાર મહિલાને શોધવા માટે હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી છે.હોસ્પિટલના વહીવટી તંત્રએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા મહિલાની શોધખોળ કરવામા આવી રહી છે.

આ પણ વાંચો : દેશની મુખ્ય નદીઓ માત્ર આટલા વર્ષમાં સુકાઈ જશે, UN ને આપી મોટી ચેતવણી

Back to top button