કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરતની કોર્ટમાં હાજર થશે. પક્ષના નેતાઓએ ગઈકાલે કહ્યું કે કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવે તેવી સંભાવના છે. આ મામલો મોદી અટક અંગેની ટિપ્પણી સાથે સંબંધિત છે. મોદી સરનેમ બદનક્ષી કેસમાં સુરતમાં કોર્ટ આજે ચુકાદો અપાયો છે. જેના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત આવ્યા હતા. તેમજ કોર્ટમાં કેસના ચુકાદા સમયે હાજર રહ્યા હતા. 17 માર્ચના રોજ કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો માટે 23 માર્ચના રોજ સુનવણી કરવામાં આવી.
આ પણ વાંચો : ‘મોદી’ અટક મામલે રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં હાજર થશે
કોર્ટ કરી સુનવણી
સુરત કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યો છે. તે સાથે આઈપીસી કલમ 504 હેઠળ 2 વર્ષ સુધીની જોગવાઈ છે. તેમજ મળતી માહિતી મુજબ કોર્ટ રાહુલ ગાંધીને જામીન પણ આપી શકે છે. બંને પક્ષની દલીલો સાંભળી કોર્ટે કર્યો નિર્ણય. માનહાની કેસમાં જામીનના કાર્યવાહી પણ શરુ કરવામાં આવી છે. તે સાથે જ બે જામીનદાર રજૂ કરાયા છે. જે અંતર્ગત કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે.
આ પણ વાંચો : સુરત એરપોર્ટ પર યાત્રીઓની અવરજવરનો આંકડો જાણી રહેશો દંગ
શું છે સમગ્ર મામલો ?
2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટક કોલારમામ કહ્યું હતુ કે, ‘બધા ચોરોના અટક મોદી કેમ ?’ રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સુરચ પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમજ તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ મોદી સમુદાયનું અપમાન કર્યું છે. ત્યારબાદ આ સમગ્ર મામલો સુરત કોર્ટ સુધી પહોંચ્યો હતો. માટે રાહુલ ગાંધીને 9 જુલાઈ 2020ના રોજ સુરત કોર્ટમાં હાજર થવાનું હતું. આ વર્ષની શરુઆતમાં પૂર્ણેશ મોદીએ કેસની વહેલી તકે સુનવણી મીાટે ગુજરાત હાઈકોર્ટનો સહારો લીધો હતો. ત્યારબાદ હાઈકોર્ટે સુરચ કોર્ટમાંથી ઝડપી સુનવણી કરવાનો આદેશ આપતી ઉપલી કોર્ટમાં સુનવણી માટેની અરજી ફગાવી દીધી હતી. જે બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી સુરતમાં આ કેસની સુનવણી ચાલી રહી હતીય જેમાં બંને પક્ષે દલીલો કરવામાં આવી હતી. તેમજ સુરત કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માએ ચુકાદા માટે ની 23 માર્ચ તારીખની જાહેર કરી હતી.