ગુજરાત

કોસ્ટ એકાઉન્ટીંગની ફાઇનલ પરીક્ષામાં 1, ઇન્ટરમિડીયેટમાં 3 વિદ્યાર્થી દેશમાં ઝળક્યા

Text To Speech

ધી ઇન્સ્ટીટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર-૨૦૨૨માં લેવાયેલી ફાઇનલ અને ઇન્ટરમિડીયેટ પરીક્ષાનું પરિણામ જાહેર થયુ હતુ. દરમિયાન સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરનું ઇન્ટરમિડીયેટનું ૩૭ ટકા અને ફાઇનલનું ૨૪ ટકા પરિણામ આવવાની સાથે જ ચાર વિદ્યાર્થીઓ દેશના ટોપ-૫૦માં ઝળક્યા હતા.

આ પણ વાંચો:નાડીદોષના ફરાર પ્રોડ્યુસર મુન્ના શુક્લાના સાળા દેવેશ તિવારીની ધરપકડ

૪૨ ટકા સામે આ સત્રનું પરિણામ ઘટીને ૨૪ ટકા થયું

ફાઇનલ પરીક્ષામાં સુરતની વૃતિ ગોહિલ ૪૩૮ ગુણ સાથે ૫૦માં ક્રમે રહી હતી. જ્યારે ઇન્ટરમિડીયેટમાં ૫૦૮ ગુણ સાથે શ્યામ મેહતા ૨૮માં, ૫૦૫ ગુણ સાથે કૌશીક શાહ ૩૧માં અને ૫૦૨ ગુણ સાથે દિપકુમાર ઇશ્માલિયા ૩૩માં ક્રમે ઝળક્યા હતા. સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરના ચેરમેન નેન્ટી શાહે જણાવ્યુ હતુ કે, સુરતમાં ગત જૂન-૨૦૨૨ના સત્રમાં ઇન્ટરમિડીયેટમાં ૨૩૭ સામે ડિસેમ્બર- ૨૦૨૨ની પરીક્ષા માટે ૨૮૯ વિદ્યાર્થી નોંધાયા હતા. ગત સત્રમાં ૩૩ ટકા સામે આ સત્રનું ૩૭ ટકા પરિણામ રહ્યુ હતુ. ફાઇનલમાં ૧૩૧ સામે ડિસેમ્બર-૨૦૨૨ની પરીક્ષામાં ૧૦૫ વિદ્યાર્થી નોંધાયા હતા. ફાઇનલમાં ગત સત્રના ૪૨ ટકા સામે આ સત્રનું પરિણામ ઘટીને ૨૪ ટકા થયું છે.

આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર યાત્રીઓની અવરજવરનો આંકડો જાણી રહેશો દંગ 

દેશના પરિણામ કરતા સુરતનું પરિણામ પ્રભાવશાળી

ફાઇનલ અને ઇન્ટરમિડીયેટ બન્નેમાં દેશના પરિણામ કરતા સુરતનું પરિણામ પ્રભાવશાળી રહ્યુ હતુ. પરીક્ષા અંગે તજજ્ઞ તરૂણ અગ્રવાલે જણાવ્યુ હતુ કે, કોરોના કાળમાં પરીક્ષા ઓનલાઇન લેવાતી હતી, જેમાં આ ડિસેમ્બર-૨૦૨૨થી ફરીવાર ઓફલાઇન પરીક્ષા લેવાઇ હતી. જૂન-૨૦૨૩ની પરીક્ષા પણ ઓફલાઇન જ લેવાશે અને જૂન-૨૩માં પ્રથમ વખત નવા અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષા લેવાશે તે સાથે જ જૂનો અભ્યાસક્રમ ડિસેમ્બર-૨૦૨૩ સુધી અમલી રહેશે.

Back to top button