મહાનાયક અમિતાભ બચ્ચન આ દર્દથી પીડાઈ રહ્યા છે, બ્લોગ દ્વારા પીડા વ્યક્ત કરી
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા દિવસોથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વાસ્તવમાં ફિલ્મ ‘પ્રોજેક્ટ કે‘ના શૂટિંગ દરમિયાન તેમને પાંસળીમાં ઘણી ઈજા થઈ હતી. જે બાદ તેની સારવાર ચાલી રહી છે અને હાલના દિવસોમાં આરામ કરી રહ્યા છે. પરંતુ તાજેતરમાં સદીના મેગાસ્ટાર વધુ એક પીડાદાયક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ દ્વારા દર્શકોને પોતાની પીડા વ્યક્ત કરી હતી. વાસ્તવમાં, અમિતાભ બચ્ચન જે નવી સમસ્યાથી પીડાઈ રહ્યા છે, સામાન્ય જીવનમાં ઘણા લોકો આ પીડાથી પીડાઈ રહ્યા છે, થોડી પણ લાપરવાહી તમને ઘણો બધો દર આપી શકે છે.
આ પણ વાંચો : કપિલ શર્મા દારૂ પીને અમિતાભ બચ્ચન સામે પહોંચ્યો, બીગ બીએ કહી હતી આ મોટી વાત
આટલી ભયંકર પીડા અગાઉ ક્યારેય નથી જોઈ
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને 19 માર્ચે પોતાના બ્લોગ દ્વારા માહિતી આપી હતી કે પાંસળીમાં દુખાવો ચાલુ રહે છે, પરંતુ પગના તળિયામાં થતી પીડા એનાથી પણ ભયંકર છે. બ્લોગમાં, તેમણે લખ્યું કે, “ કોલસ(Callus) તો હતો જ પણ તેની નીચે એક ફોલો પણ થયો છે, જેને મુશ્કેલી વધારી દીધી છે.” વધુમાં પોતાની સમસ્યા વિશે વાત કરતા અમિતાભ બચ્ચને લખ્યું, “આના માટે નવશેકા પાણીમાં પગ ડૂબાવવાનો ઉપાય તો કર્યો, પરંતુ તે પણ તેનાથી કોઈ ફાયદો થયો નહી. આવી ભયાનક પીડા જીવનમાં ક્યારેય નથી અનુભવી.”
આ પણ વાંચો : અમિતાભ બચ્ચને અભિવ્યક્તિ સ્વતંત્રતા પર નિવેદન આપતા સર્જાયો વિવાદ,જુઓ શું કહ્યું
કોલસ(Callus)શું છે?
કોર્ન અને કોલસ એ ત્વચાનો પેચ છે જે શરીર પર ગમે ત્યાં ઉગી શકે છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તે ફક્ત પગના તળિયા પર જ જોવા મળે છે. ક્યારેક તે રફ પેચ હોય છે તો ક્યારેક તે ગઠ્ઠા જેવું હોય છે. સામાન્ય ભાષામાં તેને ખીલી અથવા ગાંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે તે પીડારહિત હોય છે પરંતુ જો ચેપ હોય તો તે ખૂબ જ પીડાદાયક હોય છે.