ગુજરાત

ભરૂચ: મુંબઈથી બંને તરફનો ટ્રેન વ્યવહાર થંભી ગયો

Text To Speech

ભરૂચના પાલેજ રેલવે સ્ટેશન નજીક રેલવે ફાટકના ગેટ સાથે રાત્રે ડમ્પર અથડાતા પાવર સપ્લાય ફેઈલ થઈ ગયો હતો, જેના કારણે મુંબઇ તરફના અપ અને ડાઉન ટ્રેકના વ્યવહાર ૪૦ મિનિટ સુધી ખોરવાઈ જતા મુસાફરો અટવાઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં રાજધાની, અગસ્ત ક્રાંતિ, તેજસ સહિત ૯ થી વધુ પેસેન્જર ટ્રેનો ઘટનાના પગલે ભરૂચ સહિતના લવે સ્ટેશનો ઉપર ૪૦ મિનિટથી સવા કલાક સુધી રોકી દેવાઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદીઓની પાર્કિંગ સમસ્યાનો અંત આવશે, AMCએ બનાવ્યો માસ્ટર પ્લાન 

બેરીયર ઊંચકાઈને ઓવરઓડ કેબલમાં અથડાયું

બુધવારે રાત્રે ૮ કલાકે પાલેજ રેલવે સ્ટેશને ફાટક નંબર ૧૯૮ પરથી ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે ડમ્પર ચાલકે ગેટના બેરીયરમાં વાહન અથાડી દેતા બેરીયર ઊંચકાઈને ઓવરઓડ કેબલમાં અથડાયું હતું અને ઈલેક્ટ્રીક પાવર ફેઈલ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને પગલે મુંબઈ-વડોદરા અને વડોદરા-મુંબઈ વચ્ચે ટ્રેન વ્યવહાર રાત્રે ૮-૦૫ કલાકથી થંભી ગયો હતો. ઘટનાને પગલે મેઇન્ટેનન્સ સ્ટાફ, અધિકારીઓ OHE વાન સાથે પાલેજ દોડી ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં વૃક્ષારોપણના AMCના દાવા પોકળ, જાણો શું છે સત્ય

તંત્ર દ્વારા અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે કાર્યવાહીની તજવીજ

ઓવર હેડ ફેઈલ થવાને કારણે ડાઉનલાઈનમાં રાજધાની, અગસ્ત ક્રાંતિ, તેજસ એક્સપ્રેસ, સયાજીનગરી, પ્રેરણા એક્સપ્રેસ, અજમેર સુપરફાસ્ટ, કચ્છ એક્સપ્રેસને નજીકના સ્ટેશન ઉપર રોકી દેવાઈ હતી. જ્યારે બીજી તરફ અપલાઈનમાં ભુજ પુણે, બાંદ્રા સુપરફાસ્ટ, વલસાડ ઇન્ટરસિટી, ગુજરાત ક્વિન તેના નિયત સમય કરતાં ૧૮ મિનિટથી એક કલાક સુધી અને અગસ્તકાંતિ ૪૨ મિનિટ પ્રેરણા એક્સપ્રેસ એક કલાક ૭ મિનિટ રાયાની અને તેજસ એક્સપ્રેસ ૨૦ થી ૨૫ મિનિટ, અજમેર એક્સપ્રેસ ૩૨ મિનિટ જ્યારે સયાજી નગરી ૧ ક્લાક ૨૭ મિનિટ મોડી પડી હતી. આખરે ૮-૪૫ કલાકે ટેબલ રીપેર થતા પાવર સપ્લાય શરૂ કરાયો હતો અને પ્રભાવિત થયેલી ટ્રેનનો વ્યવહાર હી શરૂ કરાયો હતો. તદુપરાંત રેલવે તંત્ર દ્વારા અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

Back to top button