ગુજરાત

વોટર ડે : ભાવનગરમાં પાણીની પરિસ્થિતિ જોતા નવનિરાંત

22 મી માર્ચ વોટર ડે તરીકે ઉજવાશે, ત્યારે ભાવનગરમાં પાણીની પરિસ્થિતિ જોતા નવનિરાંત છે. ભાવનગરને પિવાના પાણી માટે શેત્રુંજી ડેમ, બોરતળાવ આશિર્વાદરૂપ છે. આ સિવાય જરૂરિયાત પ્રમાણે વધઘટ જથ્થા માટે નમર્દાના પાણી ઉપર મદાર રાખવો પડે છે. મહાનગર ભાવનગરમાં 1.55 લાખ નળ કનેકશન છે. જેના દ્વારા સરેરાશ 175 MLD જળજથ્થો વિતરણ કરવામાં આવે છે. ઉનાળો રાહતરૂપ રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ મંડળના માળીયા મિયાણા સ્ટેશન ઉપર આ ટ્રેનો પ્રભાવિત રહેશે

240 ઈન્ડસ્ટીટલ એકમોને મીટરથી પાણી વિતરણ કરવામાં આવે છે

જ્યારે ચોમાસ જેવુ વર્ષ. તેમછતા એકંદરે સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં પાણી સુખ વધુ છે. ભાવનગર મહાનગર પાલિકાની સ્થાપના 1982માં થઈ, 17 વોર્ડ હતા, તે ઘટીને અત્યારે 13 વોર્ડમાં મતનું વિભાજન કરાયેલું છે. છેલ્લા સાતેક વર્ષ પૂર્વે આસપાસમાં નારી, તરસમિયા, અકવાડા, રૂવા અને વડવા ગામો ભળ્યા, છેલ્લે અધેવાડા ગામ ભળ્યું. મ્યુ. કોર્પોરેશનના ચોપડે 7 લાખની વસ્તી છે. 10827 સ્કવેર મીટર એરિયા ઓનલાઈન એપ દર્શાવાયો છે. પરંતુ હાલમાં મહાનગર પાલિકા પોણી બચ્ચો એમએલડી જળજથ્થો વિતરણ કરે છે. કુલ 1.55 લાખ પાણીના કનેકશન છે, ગેરકાયદે જુદા. જ્યારે 750 કોમર્સિયલ કનેકશન છે. 240 ઈન્ડસ્ટીટલ એકમોને મીટરથી પાણી વિતરણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: સુરતના ભેસ્તાન ખાતે 5 વર્ષના બાળક પર શ્વાનના ટોળાએ હુમલો કરતા મોત

પાણી માટે શેત્રુંજી ડેમ આર્શિવાદરૂપ

એરિયાના પ્રમાણમાં ભાવનગરમાં પાણી માટે નવનિરાંત છે. કારણ કે પાણી માટે શેત્રુંજી ડેમ આર્શિવાદરૂપ છે. તો શહેરમાં રાજાશાહી વખતનું બોરતળાવ પણ એટલું જ લાભદાઈ છે. મહાનગર પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ જુન 2023 સુધી શેત્રુંજી ડેમમાં જથ્થો ઉપાડી શકાય એટલું પાણી પર્યાપ્ત છે. તો બોરતળાવમાં પણ જુન મહિનો સરળતાથી આંબી જશે. આ વર્ષે માવઠાએ ચિંતા વધારી છે. જેના લીધે નિષ્ણાતોના મતે ચોમાસુ અનિયમીત રહેશે તો પાણી માટે પ્રશ્નો ઉભો થઈ શકે, પરંતુ નર્મદા મૈયા પણ વિકલ્પ હોવાથી પાણીનો ઉપાડ કરી શકાશે. એટલુ જ નહિઁ બોરતળાવ સુધી સૌની યોજનાની પાણી લાઈન નાખેલી છે, તેમાંથી પણ પાણી ભાવનગર લાવીને વિતરણ કરવાનો વિકલ્પ હાથવગો છે જ.

આ પણ વાંચો: અમદાવાદ સાવધાન : AMC દ્વારા કોરોનાના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરાયો

34 ફુટે ઓવરફ્લો થઈ ભાવનગરીઓને ટાંઢક આપતો શેત્રુંજી ડેમ

પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી સિંચાઈ યોજના છે. 59 દ૨વાજા ધરાવતો શેત્રુંજી ડેમ 34 ફુટે ઓવરફ્લો થાય છે. ગત ચોમાસામાં ખુબ સારો વરસાદ ખાબકી ગયો હતો. જેથી ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. ડેમની સપાટી 10.32 મીટરની છે. જેથી જુન 2023 સુધી અહીંથી રેગ્યુલર 85થી 90 એમએલડી પાણી ઉપાડવામાં આવે તો પણ જળજથ્થો મળી રહેશે.

Back to top button