અમદાવાદગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

75 નેનો સેટેલાઇટ મિશન : સંજય શેરપુરીયાએ ITCAઅને PMમોદીનો આભાર માન્યો

Text To Speech

અમદાવાદમાં ઇન-સ્પેસ અને ITCA દ્વારા કરાયેલા પ્રધાનમંત્રીના સ્વપ્ન પ્રોજેક્ટ, વિદ્યાર્થીઓ માટે 75 નેનો સેટેલાઈટ માટે એક કરારમાં હસ્તાક્ષર થયા. દિલ્હી સ્થિત યુથ રૂરલ એન્ટરપ્રેન્યોર ફાઉન્ડેશનના માર્ગદર્શક સંજય શેરપુરીયાએ અમદાવાદમાં માહિતી આપી હતી. અને જણાવ્યું હતું કે ફાઉન્ડેશન, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને ગુજરાત માટે આ નેનો સેટેલાઈટ ઉભા કરવા માટે સહાય કરશે તેમજ ફાઉન્ડેશન પોતે પણ આ પ્રકારનો એક સેટેલાઈટ ઉભો કરશે.

આ પ્રસંગે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહ એ કહ્યું કે “આજે આપણા પ્રધાનમંત્રી નું સ્વપ્ન સાકાર થયું. પ્રધાનમંત્રી એ કહ્યું કે, દેશ માં આજે અનેક પ્રાઈવેટ સેક્ટર પણ આ પ્રકારની સ્પેસ પ્રવૃત્તિ માં ભાગ લઇ રહ્યા છે, જે દેશ માટે ઉપલબ્ધીની વાત છે.” તેમણે આ પ્રોજેક્ટ માટે ઈસરોના વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો.

75 વિદ્યાર્થીઓના ઉપગ્રહ મિશનની શરૂઆત
ઈન્ડિયન ટેક્નોલોજી કોંગ્રેસ એસોસિએશન બેંગ્લોર સ્થિત ટેકનોક્રેટ્સની વ્યાવસાયિક સંસ્થા છે, જે એકેડેમિક, ઉદ્યોગ અને સંશોધન સંસ્થાઓ વચ્ચે સિનર્જી બનાવવા પર ભાર મુકીને ધ્યાન કેન્દ્રિત કરે છે. ITCA દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી માટે મહત્વાકાંક્ષી “75 વિદ્યાર્થીઓના ઉપગ્રહ મિશન”ની શરૂઆત કરવામાં આવી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પેસ ટેક સંસ્થાઓ સાથે મળીને 75 વિદ્યાર્થી-નિર્મિત ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં લોંચ કરવા, તે અત્યારે તેમનો મુખ્ય હેતુ છે. જેમાં યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ કોલેજો અને શાળાઓ પોતાની ભાગીદારી કરીને તેમના પોતાના વિદ્યાર્થી-નિર્મિત ઉપગ્રહોની ડિઝાઇન, નિર્માણ, એકીકરણ, પરીક્ષણ અને પ્રક્ષેપણ કરશે. ITCAઆ મિશનની કલ્પના દેશના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો, ટેક્નોલોજીસ્ટ અને શિક્ષકો દ્વારા વિજ્ઞાન આધારિત અભિગમો અને અનુભવ-આધારિત શિક્ષણ પર ભાર મૂકે છે.

ફાઈલ ફોટો

3 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા
28 ફેબ્રુઆરીના રોજ ઈસરોના PSLV C51 દ્વારા 3 ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે. આ મિશનની વિશિષ્ટતા એ છે, કે વિદ્યાર્થીઓ પોતાના ઉપગ્રહો બનાવી શકે છે. અને સપોર્ટ સાથે લોન્ચ કરી શકે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ 76માં યુનાઈટેડ નેશન્સ જનરલ ખાતે વૈશ્વિક નેતાઓને તેમના સંબોધન દરમિયાન ભારતમાં આકાર લઇ રહેલા “75 સ્ટુડન્ટ્સ સેટેલાઇટ મિશન” નો સંદર્ભ આપ્યો હતો. આઇટીસીએના પ્રમુખ અને 75 સ્ટુડન્ટ્સ સેટેલાઇટ મિશનના અધ્યક્ષ ડૉ. એલવી મુરલીકૃષ્ણ રેડ્ડીએ આ અંગે માહિતી આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, ITCA એ એકેડેમીક માધ્યમ દ્વારા અવકાશ કાર્યક્રમોને પોષવામાં અને આવતી કાલની તૈયારી કરવામાં અગ્રેસર રહી છે.

ઐતિહાસિક મિશન માટે. TCA વતી, ડૉ. કે ગોપાલકૃષ્ણન, સેક્રેટરી જનરલે, IN-SPACE સાથે એક MOU પર હસ્તાક્ષર કર્યા. જેમાં માર્ગદર્શન,ટેકનીકલ સુવિધાઓની ઍક્સેસ, પ્રક્ષેપણ સુવિધા, અવકાશ પ્રવૃત્તિઓ માટે અધિકૃતતા અને નિયમનકારી અનુપાલન સહિતની પ્રવૃત્તિઓની શ્રેણી પર ભાર મુકવામાં આવ્યો છે. સંજય શેરપુરીયા એ દેશ માં આ પ્રકાર ના પ્રોજેક્ટ ઉભા કરવા માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે આ કામ માત્ર સરકારનું નથી પણ લોક-ભાગીદારી નું છે એટલે દેશના તમામ લોકોએ આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ.

Back to top button