ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

ભરૂચ GIDCમાં પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ,5 થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે

Text To Speech

ભરૂચ GIDCમાં આજે વહેલી સવારે નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. પ્લાસ્ટિકના વેરહાઉસમાં લાગેલી આગ જોત જોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. આગ એટલી વિકરાળ હતી કે દુર દુર સુધી આગના ગોટે ગોટા ઉડતા જોવા મળી રહ્યા હતા. જેને પગલે અહી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

ભરૂચ GIDCમાં આગ-humdekhengenews

પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ

આજે વહેલી સવારે ભરૂચ જીઆઈડીસીમાં આવેલી નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાસ્ટિકના વેરહાઉસમાં લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું.આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ભરૂચ નગર પાલિકાના ફાયર ફાયર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

પ્લાસ્ટિક મટીરીયલના કારણે ફાયર ટીમને પડકાર

વેરહાઉસમાં રહેલું પ્લાસ્ટિક મેટ્રોકેમ મટીરીયલ હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયરની ટીમને પડકારનો સામનો કરવો પડી રહ્યો હતો.જો કે ફાયર ટીમે પ્રયત્નો શરુ જ રાખ્યા રાખ્યા હતા. જો કે સદનસીબે આગની આ ઘટનામાં જાનહાની સર્જાઈ ન હતી.

આ પણ વાંચો  : અમદાવાદમાં રમાશે ફાઈનલ મેચ! વન-ડે વર્લ્ડ કપની તારીખનો ખુલાસો

Back to top button