ડૂબતી બેંક, ચળકતું સોનું, જાણો છેલ્લા 17 વર્ષમાં સોનામાં 6 ગણો વધારો કેવી રીતે થયો
સોનાની કિંમતમાં રેકોર્ડબ્રેક તેજી નોંધાઈ છે. અમેરિકા અને યુરોપની બેંકોમાં આવેલ સંકટને કારણે સમગ્ર વૈશ્વિક બજારમાં ઉહાપોહ મચી ગયો છે અને તેને કારણે સોનાના ભાવમાં એકદમ તેજી આવી છે. સોનાના ભાવમાં આવેલી આ તેજી અત્યાર સુધીની સૌથી મોટી તેજી છે. છેલ્લા 17 વર્ષમાં સોનાના ભાવમાં 6 ગણો વધારો નોંધાયો છે. જે આગાઉ 10 ગ્રામનો ભાવ 10 હજાર રૂપિયા હતો તે તમામ રેકોર્ડ તોડીને હવે 60 હજાર થઇ ગયો છે. આવો જાણીએ છેલ્લા 17 વર્ષમાં સોનાનો ભાવ 10 હજારમાંથી 60 હજાર કેવી રીતે થયો.
અમેરિકાની સિલિકોન વેલી બેંકમાં આવેલી કટોકટી બાદ અમેરિકાની અને યુરોપની બેંકોમાં પણ કટોકટી સર્જાઈ હતી જેના કારણે વૈશ્વિક શેરબજારમાં મંદી આવી ગઈ છે. જેને લીધે ભારતીય બજારમાં સોનાની ભાવમાં રેકોર્ડબ્રેક તેજી આવી છે. સોમવારે દિલ્હીના સરાફા બજારમાં સોનું 1400 રૂપિયા મોંઘુ થઇને 60,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ પર પહોચી ગયું હતું. આર્થિક સંકટમાં લોકો ભારતમાં સોનામાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. છેલ્લા 17 વર્ષમાં સોનાના ભાવમાં 6 ગણો વધોરો થયો છે.
આ પણ વાંચો : રાજસ્થાન : ભાણીના લગ્નમાં 3.21 કરોડનું મામેરું, 81 લાખ રોકડા, 40 તોલા સોનું, 16 વીઘા જમીન, 3.15 કરોડ…
આ કારણથી સોનાની ભાવમાં વધારો
આખરે સોનાનો ભાવ કેમ વધી રહ્યો છે એ સંદર્ભે માર્કેટ એક્સપર્ટ અનુજ ગુપ્તા અનુસાર, સોનાની કિંમતમાં વધારાને કારણે અમેરિકા અને અન્ય દેશોમાં બેન્કિંગ કટોકટી, કમજોર ડોલર, સેફ હેવન ડિમાંડ અને શેરબજારોમાં અનિશ્ચિતતા જોવા મળે છે. શેરબજારમાં મંદીને લીધે સોનાને જે સપોર્ટ મળ્યો છે એ જોતા અઠવાડિયા પહેલા 55,૦૦૦ના લેવલ આસપાસ વેપાર ચાલી રહ્યો હતો, જે ત્યારબાદ સોનું 60 હજાર રૂપિયે પ્રતિ 10 ગ્રામનો આંકડો પર કરી દીધો છે.
આ પણ વાંચો : સોનાનો ભાવ જાણી ચોંકી જશો, આજે જ ખરીદી લો સોનું !
છેલ્લા 17 વર્ષમાં આવી રીતે વધી સોનાની કિંમત
છેલ્લા 17 વર્ષમાં સોનાની કિંમતે 10 હજારના આંકડાથી લઈને 60 હજારનો આંકડો પાર કરી દીધો છે.
વર્ષ 2006માં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 10 હજાર હતી, વર્ષ 2010માં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 20 હજાર હતી, વર્ષ 2012માં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 30 હજાર હતી, વર્ષ 2020માં 10 પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 40 હજાર હતી અને તેજ વર્ષમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 50 હજાર થઇ હતી અને છેલ્લે 2023 એટલે કે તાજેતરમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 60 હજાર સુધી પહોંચી ગઈ છે. આમ છેલ્લા 17 વર્ષમાં 10 હજારથી વધીને 60 હજાર સુધી સોનાની કિંમત પહોંચી ગઈ છે.
આ પણ વાંચો : રોબોટ લેશે માણસોનું સ્થાન ! પરંતુ આ દુનિયા બની શકે છે ખતરનાક
આગળ પણ કિંમત વધી શકે છે
એક્સપર્ટ પ્રમાણે સોનાની કિંમતમાં આ વધારો આગળ પણ ચાલુ રહી શકે છે. સોનની કિંમત આવતા મહિને 62 હજાર સુધી પહોંચી શકે છે. ફેડ રિઝર્વ અને અન્ય દેશોની કેન્દ્રિય બેંકો દ્વારા વધારવામાં આવેલ વ્યાજદરને લીધે બેન્કિંગ કટોકટીની સ્થિતિ જોવા મળી રહી છે. મંદીની શક્યતાને લીધે સોનામાં ચળકાટ વધી રહ્યો છે. ગયા વર્ષે રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધ પછી દેશમાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ દિવાળી પછી સોનાની કિંમતમાં ઉછાળો આવ્યો અને વર્ષ 2023 સુધીમાં તો એક ઐતિહાસિક સપાટી પર પહોંચી ગઈ.
આ પણ વાંચો : સોનાના ભાવમાં તેજી આવી છે, આજે સોનું ફરી મોંઘુ થયું, તાત્કાલીક રેટ ચેક કરો
કેન્દ્રિય બેંકોએ વધારી ખરીદી
હાલમાં વૈશ્વિક શેરબજારમાં ઉતાર-ચઢાવ ચાલુ છે ત્યારે કરંસીમાં નબળાઈને કારણે કેન્દ્રિય બેંકોએ સોનાની ખરીદી વધારી દીધી છે. ભારતીય રિઝર્વ બેંક પણ આવું જ કરી રહી છે. દુનિયામાં મંદી દેખાઈ રહી છે. દુનિયાની ઘણી જગ્યાએ ભૌગોલિક-રાજકીય તણાવ જોવા મળી રહ્યો છે. એક્સપર્ટનું માનીએ તો જ્યારે પણ બેન્કિંગ કટોકટી ઉત્પન્ન થઇ છે ત્યારે સુરક્ષિત રોકાણ માટે સોનને સપોર્ટ મળ્યો છે, હાલમાં પણ એવી જ હાલત છે.