ગુજરાત

ઉમેદવારો તૈયારી શરૂ કરી દો,પોલીસ ભરતીને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

Text To Speech

પોલીસમાં નોકરી કરવા ઈચ્છતા યુવાઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી સમયમાં પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે.

પોલીસખાતામા થશે આટલી ભરતી

પોલીસની ભરતીની રાહ જોઈને બેસેલા યુવાઓ માટે આનંદની વાત જાણવા મળી છે. વિધાનસભાના બજેટ સત્રમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં ભરતી અંગે જાહેરાત કરી છે. જેમાં તેઓએ પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ પર ભરતી કરવામા આવશે તેમ જણાવ્યું હતું.

ગુજરાત પોલીસ-humdekhengenews

ક્યારે લેવાશે પરિક્ષા ?

ભરતીની જાહેરાતની સાથે તેઓએ પરીક્ષા ક્યારે લેવામાં આવશે તે અંગે પણ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતુ કે પોલીસ ભરતી માટેની પ્રેક્ટિકલ પરીક્ષા ઉનાળા બાદ લેવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામા આવશે.

આ પણ વાંચો : મુંબઈમાં સવારથી કમોસમી વરસાદ, દેશના આ 12 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

Back to top button