ઉત્તર ગુજરાતગુજરાત

“વસંતના વધામણાં” : 22 ફોટોગ્રાફરોની ટીમ ઐતિહાસિક ધરોહરની ફોટોગ્રાફી દુનિયા સમક્ષ મૂકશે

Text To Speech
  • અમદાવાદની નિહારિકા ફોટો સોસાયટીના ફોટોગ્રાફરો બનાસકાંઠા આવ્યા
  • અંબાજી ખાતે જગતજનની માં અંબાને ચઢાવી ધજા

પાલનપુર : ગુજરાતની સૌથી જૂની સુપ્રસિધ્ધ નિહારિકા ફોટો સોસાયટી, અમદાવાદના નેશનલ- ઇન્ટરનેશનલ લેવલના 22 ફોટોગ્રાફરોની ટીમ બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર પધારતા યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિધ્ધિ વર્માએ વહીવટી તંત્ર વતી આવકારી તેમનું સ્વાગત કર્યુ હતું.

દાંતા વિસ્તારમાં ફોટોગ્રાફી કરી આ ટીમે અંબાજી ખાતે જગતજનની માં અંબાને ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી.

 

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તેમજ દાંતા મહારાજા પરમવીરસિંહજી પરમાર અને પ્રભુજી રાઠોડના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા “વસંતના વધામણાં” કાર્યક્રમ અંતર્ગત આ ફોટોગ્રાફરોની આ ટીમ તા.૧૮ અને ૧૯ એમ બે દિવસ દાંતા- અંબાજીના વિસ્તારની ઐતિહાસિક ધરોહરની ફોટોગ્રાફી કરી એને દેશ અને દુનિયા સમક્ષ મુકવાના પ્રયાસો કરશે.

દાંતા- અંબાજી વિસ્તારની અદ્દભૂત ફોટોગેલેરી તૈયાર કરવા માટે નિહારીકા ટીમ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી છે તેમ આ સંસ્થાના પ્રમુખ વ્રજ મિસ્ત્રી અને સંયોજક એહમદ હાડાએ જણાવ્યુ હતું.

આ પણ વાંચો : અરાવલી : શીકા ગામે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું વિરાટ આયોજન

Back to top button