સુરતના ઉત્રાણ પાવર હાઉસનો 30 વર્ષ જૂનો ટાવર આજે સેકંડોમાં આજે 21મીના રોજ ધ્વસ્ત કરાયો છે. કૂલિંગ ટાવર આશરે 85 મીટર ઉંચો અને 70 મીટર પહોળો હતો. આજે બ્લાસ્ટ કરીને માત્ર 7 સેકેન્ડમાં આ ટાવરને ઉડાવી દેવાયો છે. આ ટાવરને તોડવા માટે 250 કિલો ડાયનામાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટાવરને 2017માં ભંગાર જાહેર કરવામાં આવ્યો હતો.
ઉતરાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં હતા, જેમાં 135 મેગા વોટ પ્લાન્ટ જૂનો છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન જૂના પ્લાન્ટને તોડી પાડ્યો. આ પ્લાન્ટને તોડવાની કામગીરી બે વર્ષથી ચાલી રહી હતી. જેના ભાગરૂપે 21મીએ 85 મીટર ઉંચાઈના કુલીંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાયો. બ્લાસ્ટની કામગીરી પુર્ણ થતા 40 મિનિટ લાગશે. જો કે ટાવર તો માત્ર 10સેકન્ડમાં જ કડડભૂસ કરી દીધો.
આ ટાવર 1993માં આરસીસીનો બનાવાયો હતો. જે 2017માં સ્ક્રેપ કરાયો હતો. જમીનના ભાગે 70 મીટર વ્યાસ છે. જેને તોડવા માટે 250 કિલોનો કોમર્શિયલ વિસ્ફોટક વપરાયો હોવાનું જણાવ્યું છે. ઉત્રાણ સ્થિત આ ટાવર 85 મીટર ઊંચો છે ટાવર RCC કુલિંગ ટાવરને પણ કંટ્રોલ બ્લાસ્ટ દ્વારા તોડી પડાયું. 50 મીટરના વિસ્તારમાં ધુળની ડમરી ઉડી. પાંચ-દસ મિનિટ માટે વંટોળિયા જેવુ હવાનું દબાણ સર્જાયું છે.
આ પણ વાંચો : અમદાવાદ: કચ્છ હાઇવે પર ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે અકસ્માત બે લોકોનાં મોત, 12 ઇજાગ્રસ્ત