અવેશ ખાનનો ઘાતક બોલ, આ આફ્રિકન બેટરના બેટના બે ટુકડા કર્યા
ND vs SA: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અવેશ ખાને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં પોતાની સ્પીડથી એવો કમાલ કર્યો કે, બધા જોતા જ રહી ગયા. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અવેશ ખાને તેના એક ઘાતક બોલથી આફ્રિકાના બેટ્સમેન રાસી વાન ડેર ડુસેનના બેટના બે ટુકડા થઈ ગયા.
અવેશ ખાનના ઘાતક બોલે બેટના બે ટુકડા કરી નાખ્યા
ભારત અને આફ્રિકાની મેચ સમાપ્ત થયા બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં એવું બન્યું કે, દક્ષિણ આફ્રિકાની ઈનિંગની 14મી ઓવરમાં ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર અવેશ ખાન બોલિંગ કરવા આવ્યો, આ બોલ એટલો જોરથી ફેંકવામાં આવ્યો કે બેટના બે કટકા થઈ ગયા જે જોઈને રાસી વાન ડેર ડુસેન પણ દંગ રહી ગયો હતો.
આફ્રિકાના બેટર જોતા જ રહ્યા
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અવેશ ખાને 14મી ઓવરનો ત્રીજો બોલ એટલી ઝડપથી ફેંક્યો કે આફ્રિકન બેટ્સમેન રાસી વાન ડેર ડુસેનનું બેટ તેની સામે ટકી શક્યું નહીં અને તેના બે ટુકડા થઈ ગયા.
અવેશ ખાન 140 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરી
રાસી વાન ડેર ડુસેને તેનું તૂટેલું બેટ ચાલુ મેચે બદલવું પડ્યું હતું. જ્યારે અવેશ ખાન 140 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરી હતી. આ મેચમાં અવેશ ખાને 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. અવેશ ખાનને આ મેચમાં એક પણ વિકેટ મળી ન હતી. આ મેચમાં ભારતનો સાત વિકેટેથી પરાજય થયો હતો. દિક્ષણ આફ્રિકા તરફથી સૌથી વધુ રાસી વાન ડરે ડુસને 46 બોલમાં 75 રન કર્યા હતા.જ્યારે મિલરે 31 બોલમાં 64 રન કર્યા હતા, તેથી તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.