ટોપ ન્યૂઝનેશનલ

PM Modi Security Breach Case : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કાર્યવાહી માટે આપ્યા નિર્દેશ

Text To Speech

જાન્યુઆરી 2022માં પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીને મંજૂરી આપવામાં આવી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સરકારે તત્કાલિન ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય, ફિરોઝપુરના તત્કાલિન ડીઆઈજી ઈન્દરબીર સિંહ, તત્કાલીન એસએસપી હરમનદીપ હંસ સામે કડક ખાતાકીય કાર્યવાહીના આદેશો આપી દીધા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ ઘટના અંગે વિગતવાર એક્શન લેવામાં આવેલ. રિપોર્ટ માંગ્યાના થોડા દિવસો બાદ પંજાબ સરકારે આ પગલું ઉઠાવ્યું છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2022માં પીએમ મોદીની પંજાબ મુલાકાત દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ એક રસ્તો બ્લોક કર્યો હતો. વડાપ્રધાન 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. વડાપ્રધાનની સુરક્ષામાં આ એક મોટી ચૂક હતી. ફ્લાઈઓવર પર ફસાઈ જવાને કારણે પીએમ મોદીએ પોતાનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીનો આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો અને તપાસ સમિતિની રચના કરવામાં આવી. હવે તપાસ સમિતિના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ભારત સરકાર પર 155.8 લાખ કરોડનું દેવું, જે દેશના કુલ GDPના 57.3% જેટલું

સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે 5 સભ્યોની કમિટીની રચના કરી હતી. આ સમિતિનું નેતૃત્વ નિવૃત્ત જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાએ કર્યું હતું. લગભગ છ મહિના પહેલા તપાસ સમિતિએ સુપરત કરેલા અહેવાલમાં તત્કાલીન રાજ્યના મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી, પોલીસ વડા એસ ચટ્ટોપાધ્યાય અને અન્ય ઉચ્ચ અધિકારીઓને સુરક્ષામાં ક્ષતિ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. આ ઘટના સમયે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી અને ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી હતા.

Back to top button