વડોદરામાં કોરોનાથી 68 વર્ષના વૃદ્ધનું મોત, તંત્ર દોડતું થયું
રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો કહેર શરુ થઈ ગયો છે. રાજ્યમાં અમદાવાદ સહિત સુરત, રાજકોટ , વડોદરા, જેવા શહેરોમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વડોદરામાં કોવિડ પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું હોવાની વિગતો સામે આવી છે.
કોરોનાથી 68 વર્ષના વૃદ્ધનું મોત
ગુજરાતમાં ફરીવાર કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 118 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ સહિત સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં પણ કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે આજે વડોદરામાં કોરોનાને કારણે એક દર્દીનું મોત નિપજ્યું હોવાની વિગતો સામે આવી છે.
SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
જાણકારી મુજબ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા 68 વર્ષના વૃદ્ધનું કોરોના વાયરસથી મોત નિપજ્યું છે. આ દર્દીને એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી હતી. તેમને ટીબી, અસ્થમા અને હાઇપર ટેન્શનની બીમારી હતી. જેના કારણે દર્દીની છેલ્લા આઠ માસથી ટીબીની સારવાર ચાલી રહી હતી. ત્યારે આજે આ વૃદ્ધનું મોત નિપજ્યું છે. મોતનું કારણ સ્પષ્ટ કરવા તબીબોએ ડેથ ઓડિટ કમિટીને તમામ રિપોર્ટ સબમીટ કર્યા છે.
રાજ્યમાં કોરોનાના કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 52, રાજકોટમાં 12, સુરતમાં 12, વડોદરામાં 7, સાબરકાંઠા અને વડોદરામાં ગ્રામિણ વિસ્તારોમાં 5-5, મહેસાણા અને રાજકોટ જિલ્લામાં 3-3 કેસ નોંધાયા હતા.
આ પણ વાંચો : ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર : આ તારીખે લેવામાં આવશે પરીક્ષા : 1.30 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા