એજ્યુકેશનગુજરાત

ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર : આ તારીખે લેવામાં આવશે પરીક્ષા : 1.30 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Text To Speech

GUJCETની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. GUJCETની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી 3 એપ્રિલ 2023ના રોજ ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. આ પરિક્ષામાં રાજ્યભરમાંથી એક લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

3 એપ્રિલે યોજાશે ગુજકેટની પરીક્ષા

આગામી સમયમાં યોજાનાર GUJCETની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 3 એપ્રિલ 2023ના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે. ગુજકેટની પરીક્ષા 3 એપ્રિલ 2023ને સોમવારના રોજ 10:00 વાગ્યે જિલ્લા કક્ષાના વિવિધ કેન્દ્રો ખાતે યોજાશે. જેમાં રાજ્યના એક લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરિક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં પ્રશ્નપત્ર રહેશે.

બોર્ડની પરિક્ષા-humdekhengenews

જાન્યુઆરી મહિનામાં ભરાયા હતા ફોર્મ 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસ ક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B અને AB ગ્રૂપના ધો.12 વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-ગુજકેટની પરિક્ષા લેવામાં આવે છે. આ પરિક્ષા માટે જાન્યુઆરી મહિનામાં ફોર્મ ભરવામાં આવ્યા હતા.

રાજ્યભરમાંથી 1.30 લાખ વિદ્યાર્થી આપશે પરિક્ષા

રાજ્યભરમાંથી 1.30 લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની આ પરીક્ષા આપશે. જેમાં ગુજરાતી માધ્યમના 83 હજાર વિદ્યાર્થીઓ, અંગ્રેજી માધ્યમના 50 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ વિદેશથી પણ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 626 બિલ્ડિંગના 6 હજાર 598 વર્ગખંડમાં પરીક્ષા લેવાશે.

આ પણ વાંચો : પાવાગઢ ખાતે શ્રીફળ વિવાદ : વેપારીઓ, બજરંગ દળનો વિરોધ, તંત્રને આવેદન આપી કરી રજૂઆત, આંદોલનની ચીમકી

Back to top button